આંતર જિલ્લા બાઇક ચોર ગેંગ પકડતી અમરેલી પોલીસ:ચોરીના 29 બાઇક કબ્જે

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીએ નોંધપાત્ર ગુનાઓના ભેદ ઉકેલ્યા
  • એલસીબી દ્વારા ચાર શખ્સોને 23 બાઇક, એસઓજી દ્વારા બે શખ્સોને 6 બાઇક મળી કુલ રૂા. 5 લાખ 61
    હજાર ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી પાડયા : એક સપ્તાહમાં કુલ 40 બાઇક અમરેલી પોલીસે શોધી કાઢયા

અમરેલી,
ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ દ્વારા મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને ગુનેગારોને પકડી ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી મુળ માલીકને પરત મળી રહે તે માટે કામગીરી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી તથા એસઓજી ટીમ દ્વારા વાહન ચોરીના ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવેલ છે. જેમાં અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર. કે. કરમટા તથા પીએસઆઇ પી.એન. મોરી અને ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે લાઠીમાં ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા અજય વિષ્ણુ મકવાણાના રહેણાંક મકાને છાપો મારી, મોટરસાયકલ ચોરીઓ કરતી ટોળકીના ચાર સભ્યોને 23 મોટરસાયકલો રૂા. 4,66,500 ના મુદામાલ સાથે અજય વિષ્ણુ મકવાણા, રહે. લાઠી, પ્રકાશ ઇશ્ર્વર કમેજાળીયા રહે. મુળ તાજપર, હાલ બોટાદ, જયેશ રમેશ સેદાણી રહે. તાજપર જી. બોટાદ, ભાવેશ ધ્ાુડા વેગડ રહે. લાઠીદળ જી. બોટાદ વાળાઓ હીરો સ્પલેન્ડર બાઇક 17, હોન્ડા ડ્રીમ બાઇક 1, હીરો સીડી સીલક્સ 3, હોન્ડા સાઇન 1 , બજાજ પ્લેટીના 1 મળી કુલ 23 બાઇક અને ચાર મોબાઇલ મળી કુલ રૂા. 4,66,500 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. આરોપીઓએ અમરેલી શહેર, દામનગર, બાબરા, ભાવનગર, વલભીપુર, બોટાદ, બરવાળા, ગઢડા, સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાર્ક કરેલ અને જે મોટરસાયકલના લોક ખરાબ હોય તેવા મોટરસાયકલોને બીજી ચાવી વડે ચાલુ કરી ચોરાયેલ મોટરસાયકલો લાઠી ખોડીયાર નગરમાં રહેતા અજય વિષ્ણુ મકવાણાના રહેણાંક મકાને છુપાવી રાખ્યા હતા. અમરેલી એસઓજીના એમ.એ. મોરી અને ટીમ દ્વારા પ્રવિણ બાઘા પરમાર રહે. ગોરડકા તા. સાવરકુંડલા, બહાદુર નાનજી ચાવડા મુળ સરાકડીયા તા. ખાંભા હાલ રહે. કોદીયા વાળાને હીરો સ્પલેન્ડર પ્લસ 6 રૂા. 95 હજારના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા આરોપીઓએ મહુવા, ભેસાણ, રાજુલા, ભાવનગર, રાજકોટ શહેરમાંથી ચોરી કરેલ બાઇકો કબ્જે કરી ઝડપી પાડયા હતા.