આંદોલનનું એન્કાઉન્ટર:અમરેલીમાં કાલે ભાજપનું ખેડૂત સંમેલન

  • કૃષિબીલની સાચી માહીતી આપવા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયાની ટીમ મેદાનમાં ઉતરી
  • દેશમાં ખેડુતોના નામે અરાજકતા ફેલાવવાનું કાવત્રુ : કુંડલામાં તા. 17ના સંમેલન યોજાશે : અમરેલી,બોટાદ અને ભાવનગરથી ખેડુતો ઉમટી પડશે
  • રાજયના કૃષિમંત્રીશ્રી આર.સી. ફળદુ, એનસીયુઆઇના ચેરમેન શ્રી દિલીપભાઇ સંઘાણી, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા ઉપસ્થિત રહેશે

અમરેલી,

પ્રદેશ ભાજપનાં કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા અને જિલ્લા ભાજપ દ્રારા એક ખેડુત સંમેલન નું આયોજન સાવરકુંડલા ખાતે મહુવા રોડ ઉપર આવેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ખાતે સવારે 9:30 કલાકે રાખેલ છે.

હાલ સમગ્ર દેશમાં ખેડુતોના નામે અરાજક્તા ફેલાવવાનો પ્રયત્ન થઈ રહયો છે ત્યારે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીજીની અને રાજયની ભાજપ  સરકારોએ ખેડુતોનાં હીત અને વિકાસ માટેનાં કાર્યો તથા ખેેડુતની આવક બમણી કરવાનાં કાર્યો તથા કૃષિ બીલ કે જે ખરેખર ખેડુતોનાં હીત માટે બનાવેલ છે તેની સાચી વાત કરવા અને જાગૃતિ માટે આ ખેડુત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.

આ સંમેલનમાં અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાનાં ખેડુતો તથા આગેવાનો ભાગ લેશે.

આ ખેડુત સંમેલનમાં પ્રદેશમાંથી રાજય સરકારનાં કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુ, એનસીયુઆઈનાં ચેરમેનશ્રી દીલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, જિલ્લાનાં પૂર્વ ધારાસભ્યશ્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓ, તથા જિલ્લાનાં પદાધિકારીશ્રીઓ હાજર રહેશે. તેમ જિલ્લા ભાજપની અખબાર યાદીમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પુનાભાઈ ગજેરા અને પીઠાભાઈ નકુમની સયુંક્ત યાદીમાં જણાવેલ છે.