આંબરડીના રેવન્યુ વિસ્તારમાં સિંહે શિકારની શોધ કરવા માટે લટાર મારી

આંબરડી, વરસાદી માહોલમાં સિંહોની ભુખ ખુલતા ઝરમર વરસાદમાં પણ સિંહોએ શિકાર કરી મિજબાની માણી હતી. સાવરકુંડલાના આંબરડી ગામના બીડ તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં સાંજના સમયે એક સિંહ શિકારની શોધમાં બિન્દાસ્ત લટાર મારતો માલધારીઓ ની નજરે ચડ્યો હતો. આંબરડી ગામના માલધારી હમીરભાઇ ભરવાડના 2 ઘેટાં નો શિકાર કરી મિજબાની માણી હતી. ઝરમર વરસતા વરસાદમાં પણ આંબરડી પંથકમાં સિંહોના આંટા ફેરા શરૂ થતાં માલધારીઓ અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો.