આંબરડીની બજારમા બિંદાસ્ત લટાર મારતો ડાલામથ્થો સિંહ સીસીટીવીમા કેદ થઇ ગયો

  • ગામમા જ એક ગાયનો શિકાર કરી મિજબાની માણી

આંબરડી,
સાવરકુંડલાના આંબરડી ગામ આસપાસ રેવન્યુ વિસ્તારમા એશિયાટીક સિંહોને વાતાવરણ અનુકુળ આવી ગયુ હોય તેમ ડાલામથ્થા સિંહોએ છેલ્લા કેટલાક દિવસોથી આ પંથકમા ધામા નાંખ્યા છે, ત્યારે ગઈકાલે મોડી રાત્રે એક વાગ્યા આસપાસ ગામના અવેડા પાસે એક ગાયનુ મારણ કરી મિજબાની માણી હતી તો અન્ય એક ડાલામથ્થો સિંહ ગામની બજારમા બિંદાસ્ત લટાર મારતો સિંહ એક ઘરના સીસીટીવી કેમેરામા કેદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે સાવરકુંડલાના આંબરડી,બગોયા,ખોડીયાણા,અભરાપરા સહીતના રેવન્યુ વિસ્તારોમા સિંહોને આસાનુથી ખોરાક અને પાણી મળી રહેતુ હોવાથી આ પંથકને ફરી એકવાર પોતાનુ રહેઠાણ શરૂ કરી દીધુ છે.