આંબરડીમાં સાત સિંહોનું ટોળુ લટારમાં નિકળ્યું

આંબરડી,
ઠંડીની મૌસમ શરૂ થતા સિંહો હવે શિકાર માટે જંગલમાથી ગ્રામ્ય વિસ્તારો તરફ વળ્યા છે, ઘટના છે સાવરકુંડલાના આંબરડી ગામની, મિતીયાળા અભ્યારણ્યને અડીને આવેલા આંબરડી ગામે સિંહો ઘુસવાના બનાવો અહીં અવાર નવાર બનતા હોય છે, ગઈરાત્રે 1 વાગ્યે નજરે જોનાર લોકો જણાવ્યુ હતુ કે 7 જેટલા સિંહો ગામની અલગ અલગ શેરીઓમા લટાર મારી હતી જેમા એક સિંહ ગામની મુખ્ય બજારમા આવી ડણક દેતા લોકો જાગી જતા દેકારો કરતા શિકાર કરવા આવેલા સિંહો નાસી છુટ્યા હતા.