આંબરડીમા અડધી કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો

આંબરડી,

સાવરકુંડલાના આંબરડી ગામ અને સીમ વિસ્તારમા અડધો કલાકમા બે થી ઈંચ જેટલો કમોસમી ધોધમાર વરસાદ ખાબકતા ખેતરોમાં મગફળીના તૈયાર પાકના પાથરા પાણીમા તરતા થયા હતા. અમરેલીમા પાકની જો વાત કરીએ તો જિલ્લામાં કપાસનું 3.50 લાખ હેકટરમા વાવેતર થયુ છે તો મગફળીનું 2.78 લાખ હેકટમાં વાવેતર કરાયું હતું. ત્યારે આજે સાવરકુંડલાના આંબરડી સહિત વિસ્તારોમા કમોસમી વરસાદ પડતા મગફળીના પાકને તાડપત્રીથી ઢાંકી તૈયાર પાકને બચાવવા માટે દોડધામ કરી હતી તેમ છતા પાક પલળી જતા ખેડુતો ચિંતામા ગરકાવ થયેલા જોવા મળેલ, ખેડૂતો હવે સરકાર સામે સહાયની મીટ માંડી બેઠા છે.