આંબરડી ગામની બજારમાં સવારે ત્રણ સિંહો ત્રાટક્યા

  • ત્રણ સિંહોએ આરામ ફરમાવતી ગાયોના ટોળામાં હુમલો કર્યો 

આંબરડી,
આંબરડી ગામમા આજે વહેલી સવારે ત્રણ સિંહોએ બે ગાયોનુ મારણ કરી ગામ માંજ મિજબાની હતી.આંબરડી ગામમા સિંહો ઘુસવવાનો 12 દિવસમા ત્રીજી ઘટના બની છે. સાવરકુંડલાના આંબરડી ગામમા વહેલી પરોઢીયે આંબરડી ગામમા ત્રણ સિંહો ત્રાટકતા ગામલોકોમા ફફડાટ ફેલાયો છે, ત્રણ સિંહો ગામની બજારમાથી પસાર થતા આરામ ફરમાવતી ગાયોમા ભાગમભાગ મચી હતી, જેમા એક ગાયનો બસ સ્ટેન્ડમાં જ દબોચી લીધી હતી તો અન્ય એક ગાયનો શિકાર કરી ત્યાંજ મિજબાની માણી જંગલ તરફ રવાના થઈ ગયા હતા.