આંબરડી, સાવરકુંડલાના આંબરડી ગામે છેલ્લા 15 દિવસથી એક સિંહણ અને બે સિંહબાળ સાથે પડાવ નાખ્યો છે. રોજ રાત્રે સિંહણ સિંહ બાળ સાથે શિકારની શોધમાં આંબરડી ગામમાં આવી ચડે છે, અને ગામના પાદર કે શેરીઓમાં પશુઓનો શિકાર કરે છે.આજે વહેલી સવારે 3:30 વાગ્યા આસપાસ એક સિંહણ બે સિહબાળ સાથે શિકાર માટે ગામના પાદરમાં આવતી સીસીટીવી માં કેદ થઈ હતી, આ અગાઉ પણ અનેકવાર ગામમાં શિકાર કર્યાની ઘટના બની રહી છે.સતત પંદર દિવસથી ગામમાં સિંહ આવી ચડી શિકાર કરતા સિંહ શોખીનો ને રોજ સિંહ દર્શન કરવાં મળી જતા ” ઘેર બેઠા ગંગા” જેવો મોકો મળી રહ્યો છે. સિંહોના પડાવથી વનવિભાગ પણ સતર્ક બની નાઈટ પેટ્રોલીંગ કરી સિંહો પર વોચ રાખી રહ્યું છે.