આંબરડી માં સિંહોએ લટાર મારી ત્રણ ગાયોનો શિકાર કર્યો

શિકાર બાદ ગર્જના કરી સીમ તરફ જતા સિંહો સીસીટીવી માં થયા કેદ
આંબરડી,
સાવરકુંડલાના આંબરડી ગામના સીમ વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી સિંહો ની પડાવ છે. અને રોજ મધરાત થતાં સિંહો ગામની બજારમાં આવી રેઢિયાળ ગાયોના ટોળામાં ત્રાટકી શિકાર કરે છે.
શુક્રવારની રાત્રે સાડા ત્રણ વાગ્યે એક સિંહણ અને બે બચ્ચાંઓ એ આંબરડી   માં લગભગ આખાયે ગામમાં ચક્કર માર્યાં હતા અને ગામની બજાર સહિત અલગ અલગ જગ્યાએ 3 ગાયોનો શિકાર કર્યો હતો.
સિંહો શિકાર તો કરે છે અને એ પણ બજારમાં જ, પરંતુ બજારમાં શિકાર કરતા હોવાથી અવર જવરના લીધે શિકાર ખાઈ શકતા નથી.
દેશની શાન એવા સિંહો દુનિયામાં સૌથી વધુ ગુજરાતના ગીર વિસ્તારમાં છે. અને એમાંય અમરેલી જિલ્લામાં હાલ સિંહોની સંખ્યામાં ખૂબ વધારો નોંધાતા જિલ્લો સિંહોની સંખ્યામાં અવ્વલ છે.ત્યારે આંબરડી ગામનો રેવન્યુ વિસ્તારનું વાતાવરણ અનુકુળ આવી ગયું હોય તેમ સિંહોએ અહીં આશ્રય સ્થાન બનાવી લીધું છે.
જો કે એક મહત્વની એ પણ છે આંબરડી આસપાસ વસવાટ કરતા સિંહો કોઈ માનવ ઉપર હુમલો કરતા નથી કે કોઈ માનવી દ્વારા સિંહો ને કોઈ ખલેલ પહોંચે તેવું કૃત્ય થતું નથી તે પણ એક મહત્વની બાબત છે.