આંબાવડ ગામે દીપડાએ ગાય વાછરડાંને ફાડી ખાધા

ઉના,ગીર ગઢડાના આંબાવડ ગામે દીપડાએ જેસુખ ભાઈ ઠાકરશી ભાઈ વઘાસિયા અને ગોકુલભાઈ બચુભાઈ સરધાળા નાં ખેતરમાં એક ગાય અને એક વાછડાં ને ફાડી ખાધું હતું આજ રોજ વહેલી સવારનાં ખેતરમાં એક ગાય અને એક વાછડા ને ફાડી ખાતા સમગ્ર ગામમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો હતો આંબાવડ ગામે દિવસના વીજળી નો કાપ હોય અને રાત્રિના વીજ પુરવઠો ચાલુ થતો હોય જેથી ખેડૂતો ને રાત્રિના ખેતી કામ કરવા જતી વખતે ભય જોવા મળી રહ્યો હોય ત્યારે આ દીપડાને વન વિભાગ દ્વારા વહેલી તકે પાંજરે પુરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.