આઇઆઇએમમાં ૨૨૩થી વધુ લોકો કોરોના પોઝિટિવ: માસ્ક નહિ પહેરનારને ૧ હજારનો દંડ

અમદાવાદમાં ક્રિકેટ મેચના કારણે આઇઆઇએમમાં કોરોનાને ઘુસવાની તક મળી ગઇ હતી. આઇઆઇએમના વિદ્યાર્થીઓ કે જેઓ ક્રિકેટ મેચ જોવા ગયા હતા અને સંક્રમીત થઇને આવ્યા હતા. તેઓએ કેમ્પસમાં અનેકને સંક્રમીત કર્યા છે. આઇઆઇએમમાં ૨૨૩ વધુ લોકો કોરોના પોઝિટિવ થઈ ચુક્યા છે. આપને જણાવી દઈએ કે, માસ્ક વગરના લોકોને ૧ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

આઇઆઇએમ ઇન્સ્ટિટયૂટ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ ૩૦-૩૧ માર્ચે આઇઆઇએમમાં ૨૯૨ લોકોના આરટી-પીસીઆર અને રેપીડ ટેસ્ટ કર્યા હતા જેમાં કુલ ૩૨ લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં ૧૨ વિદ્યાર્થીઓ, ૧ પ્રોફેસર અને ૧૧ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, ૭ કોમ્યુનિટી મેમ્બર સહિતના લોકો પોઝિટિવ આવ્યા છે. આઇઆઇએમમાં કુલ ૮૪ એક્ટિવ કેસ છે જેમાં સૌથી વધુ ૫૧ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.

ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો અનુસાર , કોરોનાના કેસો વધતાં ગત ૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી આઇઆઇએમ દ્વારા કોરોનાના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. આઈઆઈએમ કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમિયાન હાથ ધરાયા હતા, જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કમ્યુનિટી મેમ્બર્સ ઉપરાંત જેમને કોરોનાનાં લક્ષણો જણાયાં હતાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.