આઇએએસ અધિકારીશ્રી સોનલ મીશ્રા અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલની મુલાકાતે

  • કોવિડ 19 માં ચાર જિલ્લાનો હવાલો સંભાળતા એસટીના પુર્વ એમડી 
  • શાંતાબા ગજેરા હોસ્પિટલની કોવિડ અને નોન કોવિડ કામગીરીની સમીક્ષા કરી પ્રભાવિત થતા શ્રી સોનલ મીશ્રા

અમરેલી,
એસટી બોર્ડના પુર્વ એમડી અને નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય અને કલ્પસર વિભાગનો હવાલો સંભાળતા તથા ચાર જિલ્લાના કોવિડના ઇન્ચાર્જ શ્રી સોનલ મીશ્રા આજે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અને હોસ્પિટલની કામગીરી અને વ્યવસ્થા નીહાળી પ્રભાવિત થયા હતા .
શ્રી સોનલ મીશ્રાએ શાંતાબા ગજેરા હોસ્પિટલના કોવિડ તથા નોન કોવિડ વિભાગની મુલાકાત લઇ અને દર્દીઓને અપાઇ રહેલી સારવાર અને સુવિધાઓ તથા હોસ્પિટલની સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી તેમની સાથે રેસીડેન્ટ ડેપ્યુટી ડાયરેકટર ચેતન મહેતા, સિવીલ સર્જન ડો. હરેશ વાળા, સુપ્રિટેન્ડેન્ટ ડો. શોભનાબેન મહેતા, આરએમઓ ડો. સપ્તરૂષી સતાણી, કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી, જોડાયા હતા.