આઇએમએના પ્રેસિડેન્ટ ડો. જી.જે.ગજેરાએ કોરોનાની રસી લીધી

  • વેક્સિનેશન પછી બે દિવસ સુધી ડો. ગજેરા સ્વસ્થ : જનતાએ બીક રાખવાની જરૂર નથી સૌ રસીકરણમાં જોડાય

અમરેલી,
દેશભરમાં કોરોના સામે રસીકરણનો કાર્યક્રમ ચાલી રહયો છે ત્યારે અમરેલીમાં આ કાર્યક્રમમાં કોરોના સામે લડેલા અમરેલીના આઇએમએ પ્રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર અધ્યક્ષ ડો. ગોવિંદભાઇ ગજેરા સહિત દસ જેટલા તબીબોએ રસી લીધી હતી અને ડો. ગજેરાએ જણાવ્યુ હતુ કે બે દિવસ થવા છતા કોઇને કોઇ આડ અસર થઇ નથી. સામાન્ય જનતાને રીએક્શનની બીક લાગે તેવુ કશુ થતુ નથી થાય તો સામાન્ય ઇંજેક્શનનો દુખાવો, સહેજ કળતર, માથુ દુખે તેવુ થતુ હોય છે જે એકાદ દિવસ રહેતુ હોય છે આથી તમામ જનતાને ડો. ગજેરાએ અનુરોધ કર્યો છે કે સૌએ રસી લેવી જ જોઇએકોઇએ ડર રાખવાની જરૂર નથી અને કોઇ તકલીફ થાય તો લોકલ આરોગ્યનો સ્ટાફ હાજર હોય છે અને તે માટેની સારવાર પણ તાત્કાલીક થઇ જશે.