આઇડિયા-વોડાફોનની મોટી ઘોષણા: નામ બદલીને ફૈં કર્યું

વોડાફોન આઈડિયા લિમિટેડે સોમવારે એક મોટું એલાન કર્યું છે. કંપનીએ સોમવારે પોતાની બ્રાન્ડ રિલોન્ચ કરી છે. કંપનીએ ફૈંના રૂપમાં પોતાની રીતે જ રીબ્રાન્ડ કરી છે. આ રીતે કંપનીએ લોકોની વચ્ચે પોતાની એક નવી જ ઓળખાણ બનાવવાની કોશિશ કરી છે. ઓગસ્ટ ૨૦૧૮ માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરના વિલયથી બનેલી વોડાફોન આઈડિયા લિમિટેડે એક નવી બ્રાન્ડની ઘોષણા કરી છે. કંપની આ સમયે એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. જેની પેરેન્ટ કંપની વોડાફોન ગ્રૃપ પણ કોઈ પણ વધારેનું ફંડ આપવા તૈયાર નથી.
અધિકારીઓએ કહૃાું કે, આ નવી બ્રાન્ડને લાવવા પાછળનો ઉદ્દેશ કોલ્સની સારી ગુણવત્તા અને તેના સાથે જોડાયેલી સેવાઓને ઉત્કૃષ્ટતા નક્કી કરવાનો છે. આ બ્રાન્ડ મારફતે કંપની બ્રાન્ડ હેઠળ ઉચ્ચ ગુણવત્તાના વાયદા પર ગ્રાહકોના એક નવા વર્ગને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ કંપની આ બ્રાન્ડને લઈને પોતાના ઘટી રહેલા યુઝર બેઝને રોકવા માગે છે.
આદિત્ય બિરલા ગ્રૃપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહૃાું કે, વોડાફોન અને આઈડિયા બંનેના નેટવર્ક અનુભવ, ગ્રામીણ કનેક્ટિવિટી, ગ્રાહક સેવા, ઉદ્યમ ગતિશીલતા સમાધાન અને અન્ય માપદડો પર સ્થાપિત કરેલા છે. ૯૦ના દાયકાના મધ્યથી વોડાફોન અને આઈડિયા બંનેએ વિભિન્ન અવતારોમાં સેક્ટરના વિકાસને ગતિ આપી છે. અમે ડિજિટલ અર્થવ્યવસ્થાને આગળ લઈ જવાની દિશામાં કામ કરી રહૃાા છીએ અને તેને ગતિ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પ્રસંગ પર કંપનીએ ટેરિફ પ્લાનની િંકમતોમાં વધારાના સંકેત પણ આપી દીધા છે. તો વોડાફોન આઈડિયા લિમિટેડના સીઈઓ રવિન્દ્ર ટક્કરે કહૃાું કે, કંપની ટેરિફમાં વધારા માટે તૈયાર છે. નવા ટેરિફથી કંપનીને SPRU સુધારવામાં મદદ મળશે. તે હાલ ૧૧૪ રૂપિયા છે જ્યારે એરટેલ અને જિયોનો SPRU ક્રમશ: ૧૫૭ રૂપિયા અને ૧૪૦ રૂપિયા છે.