આઇપીએલના ઇતિહાસમાં પ્રથમવાર શ્રીલંકાના ખેલાડીઓ રમતા જોવા નહિ મળે

આઈપીએલના ઈતિહાસમાં એવુ પહેલવાર હશે જ્યારે શ્રીલંકાનો કોઈ ખેલાડી રમતો જોવા નહીં મળે. આ વર્ષે મિનિ ઓક્શનમાં શ્રીલંકાના ૯ ખેલાડીઓ સામેલ હતા. પરંતુ કોઈ પણ ફ્રેન્ચાઈસીએ તેમને ખરીદ્યા નથી. જેને લઈને શ્રીલંકાના પૂર્વ ખેલાડી અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના કોચ જયવર્ધને નિરાશ છે. તેમણે કહૃાું કે કોઈ પણ ફ્રેન્ચાઈસીએ શ્રીલંકાના ખેલાડીને ન ખરીદ્યા તે ખુબ આઘાત જનક છે.

મુંબઈના કોચે એક ઈન્ટરવ્યૂમાં કહૃાું કે, આ શ્રીલકાના ખેલાડીઓ માટે પણ એક શીખ છે. જો તેમણે આઈપીએલ માં રમવું હોય તો તેમણે પોતાની રમતને સુધારવી પડશે. તેમણે કહૃાું કે શ્રીલંકાના કેટલાક ખેલાડી જરૂર ફ્રેન્ચાઈસીની નજરમાં હતા, પરંતુ અહિયા સ્પર્ધા બહુ વધુ છે. આ વર્ષે ઓવરસીજ ખેલાડીઓ માટે બહુ વધારે ખાલી સ્લોટ નહોતા. મોટાભાગની ટીમો પાસે ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર્સની જગ્યા ખાલી હતી. મને લાગે છે કે શ્રીલંકાના ખેલાડીઓ અહિયા ઘા ખાઈ ગયા.

શ્રીલંકાના પૂર્વ કેપ્ટનને આશા છે કે આવનારા સમયમાં યુવા ખેલાડી આ સ્થિતિને બદલશે, પરંતુ ત્યા સુધી આજ હકિકત છે. જો ભવિષ્યમાં શ્રીલંકાના ખેલાડીઓએ IPL માં રમવું હશે તો પોતાની જાતને ઓલરાઉન્ડર તરીકે સાબિત કરવા પડશે.