આઇપીએલમાં છઠ્ઠી વખત ડેવિડ વોર્નરે એક સીઝનમાં ૫૦૦થી વધુ રન બનાવ્યા

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલની આઈપીએલ છેલ્લી લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પ્લે ઓફમાં સ્થાન મેળવ્યું હતું. મુંબઈ વિરુદ્ધ ૧૦ વિકેટની મહત્વપૂર્ણ જીતમાં ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે મહત્વની ભૂમિકા નિભાવી હતી, જેણે ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ મેચમાં ડેવિડ વોર્નરે ૫૮ દડામાં ૧૦ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી ૮૫ રન બનાવ્યા હતા. આ સાથે આ આઈપીએલમાં આઈપીએલ ૫૦૦ રન પૂરા થયા હતા.
પોતાની ઇિંનગ્સના જોરે જ તેણે વિરાટ કોહલીનો ખાસ રેકોર્ડ પણ તોડ્યો હતો. આઇપીએલમાં આઈપીએલ છઠ્ઠી વખત ડેવિડ વોર્નરે એક સીઝનમાં ૫૦૦થી વધુ રન બનાવ્યા, તે આ સિદ્ધિ કરનારો વિશ્ર્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. તેણે સતત છ સીઝનમાં ૫૦૦થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ૫ સીઝનમાં ૫૦૦થી વધુ રન બનાવ્યા છે.
વોર્નરે ૨૦૧૪ સીઝનમાં ૫૨૮, ૨૦૧૫માં ૫૬૨ અને ૨૦૧૬ની સીઝનમાં ૮૪૮ રન બનાવ્યા હતા. આ પછી, વોર્નરે વર્ષ ૨૦૧૭માં ૬૪૧ રન બનાવ્યા હતા. બોલ ટેમ્પિંરગ પર પ્રતિબંધ હોવાને કારણે તે ૨૦૧૮માં રમ્યો ન હતો પરંતુ ૨૦૧૯માં વોર્નરે ૬૯૨ રન બનાવી શાનદાર વાપસી કરી હતી.