ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થવાને હવે વધારે દિવસ બાકી રહી ગયા નથી ત્યારે દરેક ટીમ તેના ખેલાડીઓ અને મેદાન પરના ક્રિકેટ અંગે પ્લાિંનગ કરી રહી છે. આ સંજોગોમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પણ તેની ટીમમાં ફેરફાર કર્યો છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર કેન રિચર્ડસનને સ્થાને તેના જ દૃેશના સ્પિનર એડમ ઝમ્પાને હવે વિરાટ કોહલીની ટીમમાં સ્થાન મળ્યું છે.
કેન રિચર્ડસને હજી થોડા દિવસ અગાઉ જ આઇપીએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. તેની પત્નીએ પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો અને તેથી કેન રિચર્ડસન આ વખતે યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાનારી આ લોકપ્રિય ક્રિકેટ લીગમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અમે એડમ ઝમ્પાનું સ્વાગત કરવા આતુર છીએ. તે કેન રિચર્ડસનની જગ્યા લેશે. આ સાથે આરસીબીએ કેન રિચર્ડસન તથા તેની પત્નીને પણ શુભેચ્છા પાઠવી હતી જેના ઘરમાં પ્રથમ સંતાન આવનારું છે. તેમણે કહૃાું કે અમે કેનના નિર્ણયનો પણ આદર કરીએ છીએ.