આઇપીએલ: દિલ્હી કેપિટલ્સે સ્ટિવ સ્મિથને ૨.૨૦ કરોડમાં ખરીદ્યો

ચેન્નઈમાં આઈપીએલ ૨૦૨૧ની સીઝન માટે ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કરી લીધો છે. આજે શરૂ થયેલી હરાજીમાં સ્ટીવ સ્મિથ દિલ્હી અને બેંગલુરૂએ બોલી લગાવી હતી.

સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સ્મિથની બેઝ પ્રાઇઝ ૨ કરોડ હતી. જેને દિલ્હીએ ૨.૨૦ કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મહત્વનું છે કે સ્મીથ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો પણ તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. સ્મિથને આ વખતે મોટુ નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સ તેને ૧૨.૫૦ કરોડ આપતી હતી.