આઇપીએલ માટે મુંબઇ-સીએસકે યૂએઇ જવા રવાના

 • હાર્દિક-કૃણાલ પીપીઈ કિટમાં દૃેખાયા

  ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે આઈપીએલની ટીમો યુએઈ જવા માટે રવાના થઈ ગઈ છે. ૩ ટીમો યુએઈ માટે નીકળી ચૂકી છે. તો આજે ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ પણ રવાના થઈ ગઈ છે. ટ્વીટર પર સીએસકેએ તસવીરો શેર કરીને આ જાણતારી આપી હતી. તો મુંબઈ ઈન્ડિયનની ટીમ પણ રવાના થઈ છે. એરપોર્ટ પર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.
  સીએસકેએ ટ્વીટર પર શેર કરેલાં ફોટોમાં કેપ્ટન ધોની, વાઈસ કેપ્ટન સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી નજર આવી રહૃાા છે. તો આ પહેલાં ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સની ટીમ યુએઈ માટે પહોંચી ગઈ છે.
  મુંબઈ ઈન્ડિયનના હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ યુએઈ જતાં પહેલાં એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં બંને ભાઈઓ કાંઈક અલગ જ પ્રકારની પીપીઈ કીટ પહેરેલાં જોવા મળી રહૃાા છે.
  ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરથી થશે. આઈપીએલની મેચ ૩ શહેરો-દૃુબઈ, અબુ ધાબી અને શારજહામાં રમાશે. ચેન્નાઈએ પોતાનું બેઝ દૃુબઈ બનાવ્યું છે. આ ઉપરાંત રાજસ્થાન, મુંબઈ ઈન્ડિયન્સ સહિતની ટીમ પણ પીપીઈ કીટ પહેરીને યુએઈ માટે રવાના થઈ હતી. દૃુબઈ પહોંચ્યા બાદ ફ્રેન્ચાઈઝીના તમામ અધિકારીઓ અને ખેલાડીઓ ક્વોરન્ટાઈન રહેશે.
  આ દરમિયાન તેઓ હોટેલમાં કોઈને પણ મળી શકશે નહીં. પહેલા અને છઠ્ઠા દિવસે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ થશે. ૩ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડીઓ બાયો સિક્યોર માહોલમાં ટ્રેનિંગ કરી શકશે. તેમજ ટુર્નામેન્ટના દરેક પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બીસીસીઆઈએ ખેલાડીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેલાડીઓ ભૂલથી પણ ભૂલ ન થાય તે રીતે બાયો સિક્યોર વાતાવરણનો નિયમ ન તોડે.