આઇપીએલ-૨૦૨૧થી આગામી ટી-૨૦ વિશ્વકપ માટે મદદ મળશે: જોની બેયરસ્ટો

ઇંગ્લેંડના ઓપનર જોની બેયરસ્ટોનુ માનવુ છે કે, ઇન્ડીયન પ્રિમયર લીગ (આઇપીએલ)ની આવનારી સિઝન આગામી સમય માટે ઉપયોગી નિવડશે. ચાલુ વર્ષના અંતમાં ભારતમાં ટી-૨૦ વિશ્વકપ રમાનાર છે. જેને લઇને તૈયારીઓ પણ હાથ ધરાઇ રહી છે. તેમનુ માનવુ છે કે વિશ્વકપની તૈયારીઓ માટે આઇપીએલ-૨૦૨૧ મહત્વની સાબીત થશે. બેયરસ્ટો ભારત સામેની ત્રણ વન ડે મેચની સિરીઝને લઇને ઇંગ્લેંડની ટીમનો હિસ્સો છે.

બેયરીસ્ટોએ કહૃાુ, અલગ-અલગ મેદાન પર રમવાનો આ સોનેરી મોકો હશે. અમારે આ જ મેદાનો પર ટી-૨૦ વિશ્વકપ રમવાનો છે. સાથે જ એ પણ ખ્યાલ આવી જશે કે આ સ્થિતીમાં બોલીંગ કેવી રહેશે. મેદાનના આકાર અને પિચને લઇને પણ જાણકારી મળી રહેશે, કેટલો સ્કોર યોગ્ય હશે તે પણ અનુમાન લગાવવામાં મદદ મળી રહેશે.

જોની બેયરસ્ટોએ આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો હિસ્સો છે જે ૧૧ એપ્રિલ એ કલકત્તા નાઇટ રાઇડર્સ સામે પ્રથમ મેચ રમશે. તેમણે કહૃાુ, અમે અહી રમી રહૃાા છીએ. આઇપીએલની પ્રથમ મેચ ચેન્નાઇમાં રમાનારી છે. અમને અહી રમીને પરિસ્થીતી સાથે વાતાવરણ ને અનૂકુળ ઢળવામાં પણ મદદ મળી રહી છે.