આઇસીસી ટેસ્ટ રેંકિંગ: વિલિયમ્સન પ્રથમ સ્થાને, સ્મિથ બીજા, કોહલી ત્રીજા સ્થાને સરક્યો

  • બોલર રેંકિંગમાં પેટ કિંમસ પ્રથમ ક્રમે
  • બુમરાહને ૧ અંકનું નુકસાન, ખસકીને ૧૦મા સ્થાને પહોંચ્યો

 

સિડની ટેસ્ટ બાદ આઇસીસીને તાજેત્તરમાં ટેસ્ટ રેંકિંગ જાહેર કર્યો છે. આઇસીસી બેટ્સમેન્સની રેકિંગમાં સ્ટીવ સ્મિથે હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પછાડી બીજુ સ્થાન મેળવી લીધું છે. સ્ટીવ સ્મીથે સિડની ટેસ્ટમાં ૧૩૧ અને ૮૧ રનની ઈિંનગ રમી હતી. જેનો ફાયદો કાંગારુ બોલર્સને થયો હતો.

સ્મીથનો હવે ૯૦૦ રેટિંગ અંક છે. જ્યારે વિરાટનો ૮૭૦ રેટિંગ અંક છે. પિતૃત્વ રજાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ બાદ તે ઘરે પરત આવ્યો હતો. સોમવારે તેની પત્ની અનુષ્કાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ૯૧૯ અંક સાથે નંબર ૧ પર છે. ભારતની વાત કરીએ તો ચેતેશ્ર્વર પુજારા ૨ પગથિયા ચઢીને ૮માં સ્થાન પર પહોંચી ગયા છે. પુજારાએ સિડની ટેસ્ટમાં ૭૭ રનની ઇનિંગ રમી હતી. કાર્યવાહક કેપ્ટન અજિંક્ય રહાણેને એક સ્થાનનું નુકશાન થયું છે. અજિંક્ય રહાણે હવે ૭માં સ્થાને પહોંચી ગયા છે.

બોલિંગ રેંકિંગમાં ઓસ્ટ્રેલિયાના જોશ હેજલવુડને ફાયદો થયો છે. હવે ૮માંથી ૫માં નંબરે પહોંચી ગયા છે. તેમજ પેટ કિંમસ પ્રથમ નંબર પર છે. કિંમસના ૯૦૮ અંક છે. ઈંગલેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ અને ન્યૂઝીલેન્ડના નીલ વૈન્ગક ત્રીજા નંબર પર છે. મિશેલ સ્ટાર્ક ૩ પગથિયા નીચે ૮માં સ્થાને પહોંચી ગયા છે.

ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ૧ સ્થાનનું નુકશાન થયું છે. બુમરાહ હવે ૧૦માં સ્થાને છે. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ રેંકિંગમાં નુકશાન થયું છે. હવે અશ્વિન ૯માં સ્થાને પહોંચી ગયા છે.