આઇસીસી ટેસ્ટ રેકિંગ: રોહિત શર્મા ૧૪ સ્થાનના કૂદકા સાથે ૮મા ક્રમે પહોંચ્યો

ભારતીય ટીમના ઓપિંનગ બેટ્સમેન રોહિત શર્માએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની બન્ને ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું. તેનું ઈનામ હિટમેનને આઈસીસીની ટેસ્ટ રેકિંગમાં મળ્યુ છે. રોહિત શર્મા એકવાર ફરી આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ટોપ-૧૦ બેટ્સમેનોની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. સાથે તેણે ફરી કરિયરની બેસ્ટ રેકિંગ હાસિલ કરી છે.

રોહિત શર્માએ પિંક બોલ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિં ગમાં ૬૬ અને બીજી ઈનિંગમાં અણનમ ૨૫ રન બનાવ્યા હતા. તેની મદદથી તે ૧૪માં સ્થાનેથી કુદકો મારી ૮માં સ્થાને પહોંચી ગયો છે. રોહિતને છ સ્થાનનો ફાયદો થયો છે. આ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકાર્યા બાદ તે ૧૯માં સ્થાનથી ૧૪મા સ્થાને પહોંચ્યો હતો. આ પહેલા પણ રોહિત ૭૪૨ પોઈન્ટની સાથે ટેસ્ટ રેકિંગમાં ટોપ-૧૦મા સામેલ રહૃાો છે.

આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ટો ૧૦ બેટ્સમેનોમાં ત્રણ ભારતીય બેટ્સમેન સામેલ છે, જેમાં વિરાટ કોહલી પાંચમાં, રોહિત શર્મા આઠમાં અને ચેતેશ્ર્વર પુજારા ૧૦માં સ્થાન પર છે. તો ૯૧૯ પોઈન્ટની સાથે ન્યૂઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ૮૯૧ પોઈન્ટ સાથે સ્ટીવ સ્મિથ છે. ત્રીજા સ્થાને માર્નસ લાબુશેન છે.

ટેસ્ટ રેકિંગમાં બોલરોની વાત કરીએ તો અશ્વિને ચાર સ્થાનની છલાંબ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. અશ્વિન હવે પેટ કમિન્સ અને નીલ વેગનર બાદ ત્રીજા સ્થાને છે. તો જસપ્રીત બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે. તે ૯માં સ્થાને છે. ઓલરાઉન્ડર્સની રેકિંગમાં ટોપ-૧૦મા કોઈ ફેરફાર થયો નથી, જ્યાં જેસન હોલ્ડર પ્રથમ સ્થાને છે.