આઈપીએલના ૩ ટોપ વિકેટકીપરમાં બીજા નંબરે દિનેશ કાર્તિકને મળ્યું સ્થાન

ન્યુ દિલ્હી,
ભારતમાં આઈપીએલને લઈને આતુરતા છે. આ વખતે ભલે આ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ અમિરાતમાં યોજાનારી હોય પરંતુ ભારતમાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. ૧૯મી સપ્ટેમ્બરથી તેનો પ્રારંભ થઈ રહૃાો છે. ફેન્સ પણ આ વખતે કયા રેકોર્ડ સર્જાશે અને કયા રેકોર્ડ તૂટશે તેની ચર્ચા કરી રહૃાા છે. બેિંટગ અને બોિંલગની વાતો તો થતી રહે છે. હવે વિકેટકીિંપગની વાત કરીએ. આઈપીએલમાં વિકેટકીપરોની વાત આવે અને તેમાં ધોનીનો ઉલ્લેખ થાય નહીં તે શક્ય જ નથી. આમ તો વિકેટ પાછળ ધોનીનો જાદૃૂ ચાલે છે પરંતુ રેસમાં તે આગળ નથી કેમ કે અહી તેને દિનેશ કાર્તિક ટક્કર આપી રહૃાો છે.
ધોની: આઈપીએલમાં સૌથી વધુ શિકાર ઝડપવામાં ચેન્નાઈ સુપર કિંગ્સ કેપ્ટન ધોની મોખરે છે. ધોનીએ ૧૯૦ મેચમાં વિકેટ પાછળ ૧૩૨ શિકાર ઝડપ્યા છે જેમાં ૯૪ કેચ અને ૩૮ સ્ટમ્પનો સમાવેશ થાય છે.
દિનેશ કાર્તિક: આ યાદૃીમાં બીજા ક્રમે છે કોલકાતા નાઇટ રાઇડર્સનો દિૃનેશ કાર્તિક. તે પહેલી સિઝનથી આઈપીએલમાં રમી રહૃાો છે અને અત્યાર સુધીમાં છ ટીમ માટે તે રમ્યો છે. તેણે ૧૮૨ મેચમાં ૧૩૧ શિકાર ઝડપ્યા છે જેમાં ૧૦૧ કેચ અને ૩૦ સ્ટમ્પનો સમાવેશ થાય છે. આમ તે ધોનીની બિલકુલ નજીક છે અને એકાદૃ મેચમાં જ તે ધોનીને પાછળ રાખી શકે છે.
રોબિન ઉથપ્પા: આ યાદૃીમાં ત્રીજા ક્રમે છે રોબિન ઉથપ્પા, પોતાની શાનદૃાર બેટિગની સાથે સાથે ઉથપ્પાએ ૧૭૭ મેચમાંથી ૧૧૪ મેચમાં કીિંપગ કરેલું છે અને તેમાં તેણે ૫૮ કેચ અને ૩૨ સ્ટમ્પિંગ સહિત કુલ ૯૦ શિકાર ઝડપેલા છે.