આઈપીએલનું શેડયૂલ જાહેર : ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ અને ચેન્નાઇ વચ્ચે રમાશે પહેલી મેચ

  • તમામ ૬૦ મેચ ત્રણ સ્ટેડિયમમાં રમાશે,કોરોનાને કારણે આઈપીએલ UAE માં ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી રમાશે, પહેલીવાર ફાઇનલ રવિવારની જગ્યાએ મંગળવારે રમાશે

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ ઇન્ડિયન પ્રીમિયર લીગનું શેડયૂલ જાહેર કર્યું છે. કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર ૧૯ સપ્ટેમ્બરે શરૂ થશે. પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે થશે. ફાઇનલ ૧૦ નવેમ્બર એટલે કે મંગળવારે રમાશે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ રવિવારની જગ્યાએ વીક-ડે પર રમવામાં આવશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે દરેક ટીમને કોરોનાને કારણે માત્ર ૨૪ ખેલાડીઓ જ લઈ જવાની મંજૂરી આપી છે. અગાઉ ફ્રેન્ચાઇઝને ૨૫ ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાં અમર્યાદિત કોરોના સબસ્ટિટ્યૂટને પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે, જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવે છે, તો પછી ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીનો સમાવેશ કરી શકશે. આઈપીએલની તમામ ૬૦ મેચ દૃુબઇ, અબુધાબી અને શારજાહમાં રમાશે. ભારતમાં મુકાબલા ૮ સ્થળો પર થાય છે. આ કારણોસર,IPL માં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિગં પર નજર રાખવી ખૂબ જ સરળ રહેશે.
કોરોનાને કારણે ટૂર્નામેન્ટ દર્શકો વગર બાયો સિક્યુર વાતાવરણમાં રમાશે
આઈપીએલમાં દર પાંચમા દિવસે ખેલાડીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે
ટૂર્નામેન્ટમાં તમામ ફ્રેન્ચાઇઝ અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટ કરાવી શકશે
સાંજની મેચ જૂના શેડ્યૂલથી અર્ધા કલાક પહેલાં એટલે કે ૭.૩૦ વાગ્યે અને બપોરની મેચ ૪ની જગ્યાએ ૩.૩૦ વાગ્યે શરૂ થશે
આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત ફાઇનલ રવિવારને બદલે વીક-ડે ??પર રમાશે.
ટૂર્નામેન્ટમાં ૧૦ ડબલ હેડર્સ એટલે કે એક દિવસમાં ૨-૨ મેચ હશે
કૉમેન્ટેટર્સ ઘરેથી લાઈવ કોમેન્ટ્રી કરશે
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ શરૂઆતની મેચ રમી શકશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. લીગમાં ઓસ્ટ્રેલિયાના ૧૭ અને ઇંગ્લેન્ડના ૧૩ ખેલાડીઓ ભાગ લેવાના છે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ત્રીજી અને છેલ્લી વનડે મેચ ૧૬ સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં થશે. બંને ટીમોના ખેલાડીઓ ૧૬ અથવા ૧૭એ લંડનથી દૃુબઇથી રવાના થશે. યુએઈ પહોંચ્યા પછી ત્યાંની સરકારના નિયમો અનુસાર, તેઓએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. તેમના ટેસ્ટ નેગેટિવ આવે પછી છે જ તઓ ૭ દિવસના આઇસોલેશનમાંથી બહાર નીકળી શકશે. આવી સ્થિતિમાં, બધા ખેલાડીઓ બીજા અઠવાડિયાથી આઈપીએલ રમી શકશે. જ્યારે તમામ ફ્રેન્ચાઇઝ કહૃાું છે કે બધા ખેલાડીઓ બાય-સુરક્ષિત વાતાવરણથી યુએઈ આવશે, તો તેમને આઇસોલેટ કરવાની જરૂર નથી.