આઈપીએલમાં કોહલીને ૭ વાર આઉટ કરી સંદીપ શર્માએ રચ્યો રેકોર્ડ

દુનિયા ભરમાં ધુરંધર ખેલાડીઓમાં મોખરે નામ ધરાવતા વિરાટ કોહલીની વિકેટ લેવી કોઇ સામાન્ય વાત તો ન જ કહેવાય. સનરાઇઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર સંદીપ શર્માએ રોયલ ચેલેન્જર્સના કેપ્ટન વિરાટ કોહલીને આઈપીએલમાં એક વાર બે વાર નહી સાત વાર આઉટ કરી રેકોર્ડ રચ્યો છે. સંદીપે આ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સંદીપે કોહલીને સાત રને આઉટ કરીને સનરાઇઝર્સને શનિવારે આરસીબી પર જીત અપાવવા મહત્વની ભૂમિકા નિભાવી હતી. આઈપીએલ માં સર્વાધિક આઉટ કરનાર રેકોર્ડ સંદીપના નામે.
આઈપીએલમાં કોઇ એક જ ખેલાડીને સર્વાધિક આઉટ કરનારનો સંયિક્ત રેકોર્ડ સંદીપના નામે છે. ઝહીર ખાને મહેન્દ્ર સિંહ ધોનીને સાત વખત આઉટ કર્યો હતો. ભારત તરફથી બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પંજાબના આ ૨૭ વર્ષના બોલરે કહૃાું કોહલી આ રમતમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં એક છે. તેની વિકેટ ઝડપી કોઇ સામાન્ય વાત ન કહેવાય.
સંદીપે બોલીંગમાં પોતાની યોજના જણાવતા આગળ કહૃાુ કે મે જેટલુ શક્ય બન્યુ વિકેટથી વિકેટ વચ્ચે વિવિધતા લાવી. બોલ સારી રીતે સ્વિંગ થઇ રહૃાો હતો, કેમકે અહી પિચમાં નમી હતી. અમારી રણનીતિ કામ આવી. મેચ પછી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહૃાુ મે પહેલી ઓવર લીધી અને મારી જવાબદારી હતી કે હું જલ્દી જલ્દી પીચને સમજીને બાકી રહેલ બોલરોને તેમના અંગે જણાવુ. મે મારી જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવી. ૨૭ વર્ષના સંદીપે અત્યાર સુધીમાં ૨ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે અને એક વિકેટ લીધી છે. તે ઘરેલુ ક્રિકેટમાં પંજાબની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહૃાો છે.