આઈપીએલમાં ખરાબ ફોર્મને કારણે સંજુ સેમસન રાજસ્થાન માટે બન્યો માથાનો દૃુ:ખાવો

રાજસ્થાન રોયલ્સના વિકેટકીપર બેટ્સમન આ આઈપીએલ સિઝનમાં પણ સતત અસફળ રહૃાો છે. ટીમના વાઈસ કેપ્ટન અને યુવા બેટ્સમેને આઈપીએલની ૧૩મી સિઝનમાં તોફાની અંદાજમાં શરૂઆત કરીને ખુબ જ વાહવાહી મેળવી હતી. પણ તેના થોડા સમય બાદ જે તે લોપ થવા લાગ્યો અને બાદમાં તેની ટીકાઓ શરૂ થવા લાગી. સંજુ સેમસને શરૂઆતની બે મેચો છોડીને એકપણ મોટી ઇનિંગ રમી નથી અને ન તો ટીમને એકપણ મેચ જીતાડી છે. સેમસને આઈપીએલ ૨૦૨૦નો આગાજ એકદમ ધમાકેદાર અંદાજમાં કર્યો હતો.
તેણે પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પછી કિંગ્સ ઈલેવન પંજાબ સામે તોફાની હાફ સેન્ચુરી ફટકારી હતી. સેમસને આ બંને મુકાબલામાં ૭૪ બોલ પર ૧૫૯ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની સરેરાશ ૮૦ની આસપાસ રહી હતો તો સ્ટ્રાઈક રેટ પણ ૨૧૫ હતી. તેની આ વિસ્ફોટક ઇનિંગને કારણે જ રાજસ્થાને શરૂઆતની પોતાની બે પ્રથમ મેચો જીતી હતી. આ બે મેચ બાદ સંજુ સેમસન શાંત પડી ગયો હતો. અને ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવવા લાગ્યો. આને કારણે તેની ટીકાઓ પણ થવા લાગી. સેમસને આગામી નવ મેચોમાં ૧૦૨ બોલ રમ્યા અને ફક્ત ૧૧૩ રન જ બનાવી શક્યો હતો.
આ દરમિયાન તેની સરેરાશ ૧૦ની આસપાસ પહોંચી ગઈ તો સ્ટ્રાઈક રેટ પણ ૧૦૦ની પાસે આવી ગઈ. સેમસને અત્યાર સુધી આ સિઝનમાં ૧૧ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે બે હાફ સેન્ચુરીની મદદથી ૨૭૨ રન બનાવ્યા છે. અને આ બંને હાફ સેન્ચુરી પ્રથમ બે મેચોમાં જ બનાવી છે. રાજસ્થાનની સતત હારનું કારણ પણ સંજુ સેમસન જ છે. જે જરૂરતના સમયે ટીમ માટે રન બનાવી શકતો નથી અને પોતાની વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફરી જાય છે.