આઈપીએલમાં બીજી સેન્ચુરી સાથે બેન સ્ટોક્સ રચ્યો ઈતિહાસ

આઈપીએલની ૧૩મી સીઝનમાં બેન સ્ટોક્સે શાનદાર સેન્ચુરીની સાથે ફોર્મમાં વાપસી કરી છે. મુંબઈ ઇન્ડિયન વિરૂદ્ધ રવિવારે રમાયેલ મેચમાં ૧૯૬ રનના ટાર્ગેટનો પીછો કરતાં સ્ટોક્સે ૧૦૭ રનની અણનમ ઇનિંગ રમી. આઈપીએલમાં બીજી સેન્ચુરી સાથે બેન સ્ટોક્સ એક ખાસ સિદ્ધી મેળવી છે. બેન સ્ટોક્સ આઈપીએલના ઈતિહાસમાં ટાર્ગેટનો પીછો કરતા બે સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. સ્ટોક્સ ઉપરાંત ૧૬ ખેલાડી એવા છે જેમણે આઈપીએલમાં ટાર્ગેટનો પીછો કરતાં એક એક સેન્ચુરી ફટકારી છે.
બેન સ્ટોક્સે રવિવારે રમાયેલ મેચમાં એકલા જોરે જ રાજસ્થાન રોયર્સને જીત અપાવી હતી. સ્ટોક્સે ૬૦ બોલમાં ૧૪ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ ૧૦૭ રન બનાવ્યા. સેન્ચુરી ઇનિંગના જોરે બેન સ્ટોક્સ પ્રથમ વખત આ સીઝનમાં છગ્ગા લગાવવામાં સફળ રહૃાો. બેન સ્ટોક્સ અત્યાર સુધીમાં આઈપીએલમાં ૪૦ મેચ રમ્યો છે.
આ દરમિયાન બેન સ્ટોક્સે ૨૫.૮૨ની સરેરાશતી ૮૫૨ રન બનાવ્યા છે. સ્ટોક્સ જોકે આઈપીએલમાં બે સેન્ચુરી લગાવવા ઉપરાંત એક હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. બેન સ્ટોક્સે આઈપીએલમાં ૨૬ વિકેટ પણ લીધી છે. સ્ટોક્સની ઓળખ મીડલ ઓર્ડરમાં શાનદાર બેટિંગ કરવા માટેની છે. પરંતુ રાજસ્થાન રોયલ્સે આ સીઝનમાં તેની ભૂમિકામાં ભેરફાર કર્યા છે. આઈપીએલની ૧૩મી સીઝનમાં બેન સ્ટોક્સ ઓપનરની ભૂમિકામાં જોવા મળ્યો છે.