આઈપીએલમાં વાઈડ અને ફૂલ ટોસ બોલનો રિવ્યૂનો વિકલ્પ આપવામાં આવે: કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહૃાું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી મોટી ટુર્નામેન્ટમાં જો વાઈડ અને ફૂલ ટોસ નો બોલનો રિવ્યૂનો વિકલ્પ આપવામાં આવવો જોઈએ. ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટને કહૃાું કે, તેઓએ આ મુદ્દા પર ટીમની અંદર ચર્ચા કરી છે, કેમ કે તેનાથી મોટી અસર પડે છે.
કોહલીએ લોકેશ રાહુલ સાથેની વાતચીતમાં કહૃાું કે, એક કેપ્ટન તરીકે કહું તો મારી પાસે વાઈડ કે કમરથી ઉપર ફૂલટોસ બોલના રિવ્યુનો વિકલ્પ હોવો જોઈએ. કેટલીય વાર આ નિર્ણય ખોટા હોય શકે છે. ભારતીય કેપ્ટને કહૃાું કે, આપણે જોયું છે કે, આઈપીએલ અને અન્ય મોટી ટી૨૦ ટુર્નામેન્ટમાં પણ આ વસ્તુ ખુબ જ મહત્વ ધરાવે છે.
રાહુલે પણ કોહલીના નિવેદનનું સમર્થન કરતાં કહૃાું કે, જો આવો નિયમ આવે છે તો ખુબ જ સારું હશે. તમે એક ટીમને બે રિવ્યુ આપી શકો છો અને કહી શકો છો કે તમે તેનો ઉપયોગ કોઈપણ નિર્ણયની સામે કરી શકો છો. કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટને એમ પણ કહૃાું કે, જો કો બેટ્સમેન ૧૦૦ મીટરથી વધારે સિક્સ લગાવે છે તો તેને વધારે રન આપવા જોઈએ.