આઈપીએલ ઓર્ગેનાઈઝર્સ કોહલી અને ડીવિલિયર્સ પર પ્રતિબંધ લગાવી દૃે: રાહુલ

આઈપીએલની ૧૩મી સીઝનમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી આરસીબીએ અત્યાર સુધીમાં સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ સાત મેચમાંથી પાંચ મેચમાં જીત સાથે ૧૦ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમ પર છે. આરસીબી આજે કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની સામે રમવા ઉતરશે. આ મેચ પેહલા રાહુલે કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સને લઈને શાનાદર કોમેન્ટ કરી છે.
૨૦૧૧માં વિરાટ અને એબીડીએ મળીને આરસીબીને અનેક યાદગાર જીત અપાવી છે. બન્નેએ મલીને ટીમને અનેક વખત મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. આ સીઝનમાં પણ બન્ને બેટ્સમેન નદાર ફોર્મમાં જોવા મળી રહૃાા છે. ઇન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન રાહુલે મજેદાર અંદાજમાં કહૃાું કે, ‘હું ઇચ્છું છું કે આઈપીએલ ઓર્ગેનાઈઝર્સ વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સ પર પ્રતિબંધ લગાવી દૃે.? રાહુલે આ ત્યારે કહૃાું જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો કોઈ એક નિયમ ટી૨૦ ક્રિકેટ અથવા આઈપીએલમાં તેને બદલવો હોય તો તે શું હશે.
રાહુલે કહૃાું, ‘હું ઇચ્છું છું કે આગામી વર્ષ માટે આઈપીએલ વિરાટ અને એબી પર પ્રતિબંધ લગાવી દૃે. જ્યારે તમે એક ચોક્કસ રન બનાવી લો છો તો મને લાગે છે કે તેને કહેવું જોઈએ કે હવે બસ થઈ ગયું. જ્યારે તમે ૫૦૦ રન બનાવી લો, ત્યારે તમે બીજાને પણ રન બનાવવાની તક આપો. કિંગ્સ ઇલેવન પંજાબ માટે આ સીઝન હજુ સુધી ખૂબ જ નિરાશાજનક રહી છે. ટીમ સાત મેચમાંથી માત્ર એક મેચમાં જીત નોંધાવી શકે છે. બે પોઈન્ટ સાથે કિંગ્સ ઇલેવન પંજાબ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.