આઈપીએલ: જાણો પાવરપ્લેમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી રન બનાવનાર બેટ્સમેનો વિશે

આઈપીએલ ૨૦૨૦નો શંખનાદ થઈ ચુક્યો છે. જેના આધાર પર આ વર્ષની ટૂર્નામેન્ટનો પ્રથમ મુકાબલો ૧૯ સપ્ટેમ્બરથી યૂએઈના મેદાન પર રમાશે. આ વચ્ચે અહીં આઈપીએલના ઈતિહાસ પર નજર કરવામાં આવે તો કેટલાક એવા બેટ્સમેન છે, જે આઈપીએલમાં પાવરપ્લેનો ફાયદો ઉઠાવીને ધમાકેદાર બેટિંગ કરે છે. તેવામાં આ લેખમાં જોઈએ આઈપીએલ ઈતિહાસના તે ૫ બેટ્સમેનોને, જેણે શરૂઆતી ૬ ઓવરમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટની સાથે આક્રમક બેટિંગ કરી છે.
ઓસ્ટ્રેલિયાના સૌથી ઘાતક ઓપિંનગ બેટ્સમેન ક્રિસ લિન આ યાદીમાં પ્રથમ સ્થાને છે. લિને આઈપીએલમાં પાવરપ્લે દરમિયાન સૌથી વધુ ૧૪૫.૬૨ની સ્ટ્રાઇક રેટની સાથે રન બનાવ્યા છે. આ સિવાય જો લિનના આઈપીએલ કરિયરની સ્ટ્રાઇક રેટ પર નજર કરવામાં આવે તો તે પણ ૧૪૦.૬૫ની છે, જે તે સાબિત કરે છે કે લિન આ લીગમાં સૌથી ઘાતક બેટ્સમેન છે. ક્રિસ લિને પાવરપ્લેમાં ૩૯ ઇનિંગમાં ૫૨૬ બોલનો સામનો કરતા ૭૬૬ રન ફટકાર્યા છે. ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપિંનગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગની પાવરપ્લેમાં સ્ટ્રાઇક રેટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે-સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ શાનદાર રહી છે.
વીરૂએ આઈપીએલની શરૂઆતી ૬ ઓવરમાં ફટકાબાજી કરતા ૧૪૪.૧૬ની સ્ટ્રાઇક રેટની સાથે રન બનાવ્યા છે. આ દરમિયાન વીરૂએ ૧૦૩ ઇનિંગમાં ૧૧૦૫ બોલ રમતા ૧૫૯૩ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સૌથી શાનદાર બેટ્સમેન ડેવિડ વોર્નરનું નામ આ લિસ્ટમાં ન હોય તે સંભવ નથી. કાંગારૂ ઓપનર ડેવિડ વોર્નરે આઈપીએલ ઈતિહાસમાં પાવરપ્લેમાં ૧૧૮ ઇનિંગ દરમિયાન ૧૩૮.૯૯ની સ્ટ્રાઇક રેટથી સૌથી વધુ ૨૨૯૯ રન બનાવ્યા છે. આ દરમિયાન વોર્નરે ૧૬૫૪ બોલનો સામનો કર્યો છે. આઈપીએલમાં પ્રથમ ૬ ઓવર દરમિયાન આટલા રન બનાવનાર વોર્નર એકમાત્ર બેટ્સમેન છે.
હાલના સમયમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે પાવરપ્લે દરમિયાન આઈપીએલમાં સૌથી શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવનાર ચોથો બેટ્સમેન છે. આઈપીએલ ૨૦૨૦મા કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન રાહુલે પાવરપ્લેમાં ૪૭ ઇનિંગ રમી છે. જેમાં રાહુલના બેટથી ૧૩૫.૯૬ની સ્ટ્રાઇક રેટથી ૬૦૯ બોલમાં ૮૨૮ રન નિકળ્યા છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના વિકેટકીપર રિદ્ધિમાન સાહા આઈપીએલમાં પ્રથમ છ ઓવર દરમિયાન ખુબ આક્રમક સાબિત થાય છે. રિદ્ધિમાન સાહાની પારવપ્લેમાં સ્ટ્રાઇક રેટ પર નજર કરવામાં આવે તો સાહાએ ૪૬ ઇનિંગમાં ૪૪૬ બોલમાં ૧૩૫.૬૫ની સ્ટ્રાઇક રેટથી ૬૦૫ રન જોડ્યા છે. આ સાથે સાહા આઈપીએલના ફાઇનલમાં સદી ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં પણ સામેલ છે.