હંમેશા માનવામાં આવે છે કે ટી૨૦ ક્રિકેટમાં બેટ્સમેનોની બોલબાલા રહે છે. પરંતુ ફટાફટ ક્રિકેટના આ ફોર્મેટમાં ઘણા એવા બોલર છે, જે પોતાની દમદાર બોલિંગની મદદથી બેટ્સમેનોને બાંધી રાખે છે. આ વચ્ચે અમે આ લેખમાં તમારા માટે લઈને આવ્યા છીએ આઈપીએલ ઈતિહાસના તે ૫ બોલરોના નામ, જે આ ટૂર્નામેન્ટની ડેથ ઓવરમાં સૌથી વધુ ઓછા ખર્ચાળ સાબિત થાય છે. આવો જાણીએ ક્યા બોલરની ઇકોનોમી રેટ અંતિમ ૫ ઓવર દરમિયાન સૌથી ઓછો રહે છે.
કેરેબિયન ઓલરાઉન્ડર સુનીલ નરેન પોતાના જાદૃૂઈ બોલિંગ આઈપીએલ ડેથ ઓવરમાં દમદાર બોલિંગ કરનાર ૫ બોલરમાં એક પણ ભારતીય નહિ માટે જાણીતો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નરેનની બોલિંગનો આ જાદૃૂ હજુ પણ યથાવત છે. નરેને ડેથ ઓવર દરમિયાન કુલ ૬૧૯ બોલ ફંકી છે. જેમાં સુનીલ નરેને ૭.૮૮ની ઇકોનોમી રેટથી ૮૧૩ રન આપ્યા છે.
ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક ઈજાને કારણે વધુ આઈપીએલ મેચ રમી શક્યો નથી. પરંતુ સ્ટાર્કે પોતાના નાના આઈપીએલ કરિયર દરમિયાન પોતાની એક અલગ છાપ છોડી છે. મિશેલ સ્ટાર્કે આઈપીએલમાં અંતિમ ઓવરોમાં બોિંલગ કરતા ૧૯૦ બોલ ફેંક્યા છે, આ દરમિયાન સ્ટાર્કે ૭.૮૩ની ઇકોનોમી રેટ સાથે ૨૪૮ રન આપ્યા છે.
આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર શ્રીલંકાના પેસર લસિથ મિંલગાનું નામ આ યાદૃીમાં ત્રીજા સ્થાન પર છે. મિંલગાએ આઈપીએલ ડેથ ઓવર દમરિયાન સૌથી વધુ ૯૧૭ બોલ ફેંક્યા છે. આ દરમિયાન મિંલગાએ ૭.૮૨ની ઇકોનોમી રેટની સાથે ૧૧૯૬ રન આપ્યા છે.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડગ બોલિંગરનો હાલ આઈપીએલ સાથે કઈ નાતો નથી. પરંતુ ડગ બોલિંગર પોતાની શાનદાર બોિંલગની મદદથી આઈપીએલમાં જાણીતો હતો. બોલિંગરે આઈપીએલ ડેથ ઓવરમાં ૨૧૦ બોલ દરમિયાન ૭.૫૧ની ઇકોનોમી રેટથી ૨૬૩ રન આપ્યા છે.
અફઘાનિસ્તાનના સૌથી દમદાર ફિરકી બોલર રાશિદ ખાન આઈપીએલના સૌથી ઘાતક બોલરોમાંથી એક છે. આ કારણ છે કે રાશિદનું નામ આ લિસ્ટમાં પહેલાં સ્થાન પર છે. રાશિદ ખાને પોતાની જાદૃૂઈ બોિંલગથી ડેથ ઓવરમાં ૧૪૪ બોલમાં માત્ર ૭.૨૫ ઇકોનોમી રેટની સાથે ૧૭૪ રન આપ્યા છે.