આઈપીએલ ન રમવાના કારણે ૨૦૨૧ની સિઝનમાંથી પણ બહાર થઇ શકે છે રૈના-હરભજન

આઈપીએલ ૨૦૨૦ શરૂ થાય તેનાં ઠીક પહેલાં ચેન્નાઈ સુપરકિંગ્સના બે દિગ્ગજ ખેલાડીઓ સુરેશ રૈના અને હરભજરન સિંહે આ સિઝનમાં ન રમવાનો નિર્ણય કર્યો હતો. આ માટે બંને ખેલાડીઓએ અંગત કારણો રજૂ કર્યા હતા. તે બાદ સીએસકેએ બંને ખેલાડીઓનાં પોતાના વેબસાઈટમાંથી હટાવી દીધા હતા. અને હવે ફ્રેન્ચાઈઝી બંને સામે વધુ એક મોટું પગલું ભરવા જઈ રહી છે. સીએસકેએ બંને ખેલાડીઓની સાથે પોતાનો કોન્ટ્રાક્ટ ખતમ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આઈપીએલ ઓક્શનની ગાઈડલાઈન પ્રમાણે વર્ષ ૨૦૧૮માં હરભજન સિંહ અને સુરેશ રૈનાને સીએસકેની સાથે ૩ વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જે ૨૦૨૦માં ખતમ થતો હતો. જો કે બંને ખેલાડીઓએ આ સિઝનમાં રમવાનો ઈક્ધાર કર્યો હતો. જે બાદ ફ્રેન્ચાઈઝીએ બંને સામે પગલાં ભરતાં સત્તાવાર રીતે બંને ખેલાડીઓ સાથે કોન્ટ્રાક્ટ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. સુરેશ રૈનાએ દર વર્ષ માટે ૧૧ કરોડ રૂપિયાની ડીલ સાઈન કરી હતી, જ્યારે હરભજન સિંહે ૨ કરોડ રૂપિયા પર સાઈન કરી હતી.
ખબરોનું માનીએ તો બંને ખેલાડીઓને આ વર્ષે સેલરી પણ નહીં મળે. આ મામલે સીએસકેના સીઈઓએ કાંઈપણ કહેવાનો ઈક્ધાર કરી દીધો છે. જ્યારે એમ પુછવામાં આવ્યું કે ખેલાડીઓને પૈસા મળશે તો તેઓએ સાફ કહી દીધું કે, ખેલાડીઓને ત્યારે જ પૈસા મળશે જ્યારે તેઓ રમશે. જે નથી રમી રહૃાા તેઓને પૈસા આપવામાં આવશે નહીં. અને કોરોના કાળમાં બીસીસીઆઈ આઈપીએલ ઓક્શન ન પણ કરે, અને તેને કારણે કદાચ ૨૦૨૧ની સિઝનમાં પણ રૈના અને હરભજનને બહાર બેસવું પડી શકે છે.