આઈપીએલ: ભારતીય ટી૨૦ લીગમાં ચૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ટોપ-૫ બેટ્સમેન

ભારતીય ટીમ સિવાય વિદૃેશી ખેલાડીઓએ પણ આઈપીએલમાં પોતાની રમતથી ધમાકો કર્યો છે. તો ભારતના ઘણા બેટ્સમેન આઈપીએલની પ્રથમ સીઝનથી જોડાયેલા રહૃાાં હતા. આપણે આજે આઈપીએલમાં સૌથી વધુ બાઉન્ડ્રી (ચોગ્ગા) ફટકારનાર બેટ્સમેનોની વાત કરીશું. આ બેટ્સમેનોએ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. ભારતના ડાબા હાથના બેટ્સમેન શિખર ધવને આઈપીએલમાં અત્યાર સુધી ૧૫૯ મેચ રમી છે. તેની ૧૫૮ ઇનિંગમાં ધવનના નામે ૪૫૭૯ રન નોંધાયેલા છે. ધવને આ દરમિયાન ૩૭ અડધી સદી ફટકારી છે. શિખરે આઈપીએલ દરમિયાન ૫૨૪ ચોગ્ગા ફટકાર્યા છે. તે આ લીગમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ખેલાડીઓમાં પ્રથમ સ્થાને છે. ધવનના નામે આઈપીએલમાં ૯૬ છગ્ગા પણ નોંધાયેલા છે. ચેન્નઈ સુપરકિંગ્સના ખાસ ખેલાડી અને મિસ્ટર આઈપીએલના નામથી જાણીતા રૈનાના નામે આ લીગના ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. રૈના આઈપીએલમાં શરૂઆતથી જોડાયેલો છે. રૈનાએ આ દરમિયાન કુલ ૧૯૩ મેચની ૧૮૯ ઇનિંગમાં ૫૩૬૮ રન બનાવ્યા છે.
તેણે એક સદી અને ૩૮ અડધી સદી ફટકારી છે. રૈનાના નામે ૪૯૩ ચોગ્ગા નોંધાયેલા છે. તો તેણે આઈપીએલમાં ૧૯૪ છગ્ગા પણ ફટકાર્યા છે. તે સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર ખેલાડીઓમાં બીજા સ્થાને છે. કોલકત્તા નાઇટ રાઇડર્સને બે વખત ચેમ્પિયન બનાવી ચુકેલ ગૌતમ ગંભીરે આઈપીએલ કરિયરમાં કુલ ૧૫૪ મેચ રમી હતી. ગંભીરે તેની ૧૫૨ ઇનિંગમાં ૪૨૧૭ રન બનાવ્યા છે. ગંભીરે આ દરમિયાન ૩૬ અડધી સદી ફટકારી છે. ભારતની ટી૨૦ લીગમાં ગંભીરના નામે એકપણ સદી નથી. ગંભીરે આઈપીએલમાં અત્યાર સુધી ૪૯૧ ચોગ્ગા ફટકાર્યા છે અને તે ત્રીજા સ્થાને છે. ભારતીય ટીમના કેપ્ટન અને આરસીબીની કમાન સંભાળી રહેલ વિરાટ કોહલી ટી૨૦ લીગમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવા મામલે ચોથા સ્થાને છે. વિરાટે આઈપીએલની ૧૭૭ મેચની ૧૬૯ ઇનિંગમાં ૫૪૧૨ રન બનાવ્યા છે.
જેમાં તેણે ૫ સદી અને ૩૬ અડધી સદી ફટકારી છે. વિરાટે આ દરમિયાન કુલ ૪૮૦ ચોગ્ગા અને ૧૯૦ છગ્ગા ફટકાર્યા છે. ડેવિડ વોર્નર આઈપીએલમાં સૌથી સફળ વિદૃેશી ખેલાડી છે. આ સાથે તેની એવરેજ અને સ્ટ્રાઇક રેટ પણ દમદૃાર છે. વોર્નરે આઈપીએલમાં અત્યાર સુધી ૧૨૬ મેચની ૧૨૬ ઇનિંગમાં ૪૭૦૬ રન બનાવ્યા છે. તેણે ટૂર્નામેન્ટમાં ચાર સદી અને ૪૪ અડધી સદૃી ફટકારી છે. જો ચોગ્ગાની વાત કરવામાં આવે તો વોર્નરે આઈપીએલમાં અત્યાર સુધી ૪૫૮ ચોગ્ગા ફટકાર્યા છે. તો તેના નામે ૧૮૧ છગ્ગા પણ છે. વોર્નર ચોગ્ગા ફટકારવાના મામલામાં ચોથા સ્થાન પર છે.