આઈપીએલ શરૂ થાય એ પહેલા જ આરસીબીના ચેરમેન બદલાયા

દુબઈ,
ડિયાજિયો ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આનંદ ક્રિપાલુએ ૧ ઓક્ટોબરથી સંજીવ ચુરીવાલાને આઈપીએલ ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોર ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળશે. આનંદ ડિયાજિયો ભારતના સીઈઓની સાથે મેનેિંજગ ડિરેક્ટર પદ શોભાવશે. ફ્રેન્ચાઇઝીના નેતૃત્વમાં પરિવર્તન અંગે આનંદે કહૃાું, ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડિયાજિયો ‘હું ટીમનું અભિન્ન અંગ રહૃાો છું અને હું છેલ્લા છ વર્ષથી પડદા પાછળની ટીમની યાત્રાનો એક ભાગ રહૃાો છું. તેમણે કહૃાું, ‘નવી સિઝનની શરૂઆતથી વિરાટ (કોહલી),
માઇક હસન અને સાઇમન કૈટિચ સાથેની ટીમનું નેતૃત્વ કરવું એ એક નવું ઉત્સાહક પ્રકરણ હશે. આનંદ ડિયાજિયો કહૃાું, ‘હું આરસીબી અને ડિયાજિયોમાં ફાળો આપવા બદલ સંજીવનો આભાર માનું છું અને તેમની ભાવિ ભૂમિકા માટે તેમને શુભેચ્છા પાઠવું છું. આરસીબી ટીમ આઈપીએલ ની ૧૩ મી સીઝનમાં ૨૧ સપ્ટેમ્બરથી તેમનું અભિયાન શરૂ કરશે. તેની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) સાથે છે.
એરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડીવિલિયર્સ, ગુરકીરત માન, શિવમ દુબે, ક્રિસ મોરિસ, વોિંશગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, નવદૃીપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, આદમ જાંપા, ઇસુરુ ઉદના, મોઇન અલી, જોશ ફિલિપ, પવન નેગી, પવન દેશપાંડે, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.