આઈપીએલ: હારનું ઠીકરું સીએસકેના કેપ્ટન ધોનીએ ટીમના સ્પિનરો પર ફોડ્યું

શારજાહ, ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૩મી સીઝનમાં પોતાની બીજી મેચ દૃરમિયાન રાજસ્થાન રોયલ્સના હાથે મળેલી ૧૬ રનની હારનું ઠીકરું ચેન્નાઈ સુપરિંકગ્સના કેપ્ટન મહેન્દ્ર િંસહ ધોનીએ ટીમના સ્પિનરો પર ફોડ્યું છે. તેમણે ટીમના સ્પિનરોને ખુબ ખરીખોટી સંભળાવવા ઉપરાંત યુએઈ પહોંચ્યા બાદૃ ૧૪ દિૃવસ સુધી આઈસોલેશનમાં રહેવા બદૃલ પણ ગુસ્સો વ્યક્ત કર્યો. અત્રે જણાવવાનું કે રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસને તોફાની ઈિંનગ ખેલતા ૩૨ બોલમાં ૭૪ રન ફટકાર્યા અને પોતાની કેરિયરમાં પહેલીવાર ઓપિંનગ કરી રહેલા કેપ્ટન સ્ટીવ સ્મિથની ૬૯ રનની ઈિંનગની મદૃદૃથી ટીમે સાત વિકેટ પર ૨૧૬ રન કર્યા. જોફ્રા આર્ચરે પણ છેલ્લી ઓવરમાં ૩૦ રન ઠોક્યા હતાં. જેનાથી ટીમ ૨૦૦ પાર પહોંચી.
જવાબમાં ચેન્નાઈની ટીમ ફાફ ડુપ્લેસિસની તોફાની ૭૨ રનની ઈિંનગ છતાં છ વિકેટ પર ૨૦૦ રન જ કરી શકી. મેચ દૃરમિયાન ચેન્નાઈના બે સ્પીનરો પિયૂષ ચાવલા અને રવિન્દ્ર જાડેજાએ મળીને આઠ ઓવરોમાં ૯૫ રન આપી દૃીધા. ધોનીએ મેચ બાદૃ કહૃાું કે અમારા સ્પીનરોએ ખુબ વધુ ફૂલ લેન્થ બોિંલગ કરીને ભૂલ કરી. જો અમે તેમને ૨૦૦ રન પર રોકી લેતા તો આ સારી મેચ હોત. તેમણે કહૃાું કે જ્યારે ૨૧૭ રનનો લક્ષ્યાંક હોય તો અમારે ખુબ સારી શરૂઆતની જરૂર હતી. જે અમને મળી નહીં. સ્ટીવ અને સેમસને ખુબ સારી બેિંટગ કરી.
તેમના બોલરોને પણ શ્રેય જાય છે. તેમના સ્પિનરોએ બેટ્સમેનથી બોલને દૃૂર રાખીને સારૂ કામ કર્યું. ધોની પોતે ૭મા નંબરે બેિંટગ કરવા માટે ઉતર્યો જેનું કારણ પણ તેણે આપ્યું. આ માટે તેણે ૧૪ દિૃવસના આઈસોલેશનને કારણ ગણાવ્યું. તેણે કહૃાું કે ૧૪ દિૃવસ સુધી આઈસોલેશનમાં રહેવાનો ખુબ ખરાબ પ્રભાવ પડ્યો છે. તેણે કહૃાું કે મે લાંબા સમયથી બેિંટગ કરી નથી. આ ઉપરાંત ૧૪ દિૃવસ સુધી આઈસોલેશનમાં રહેવાના કારણે પણ મદૃદૃ મળી નહી. હું સેમ કુરેનને તક આપીને કેટલીક નવી ચીજો અમજાવવા ઈચ્છતો હતો. ફાફે છેલ્લે સારી ઈિંનગ રમી.