આઈપીએલ-૨૦૨૦મા કોરોના સાથે જોડાયેલા કેસોની સંખ્યા ૧૪ ગઈ

પાછલા સપ્તાહે ચેન્નઈ સુપર કિંગ્સના ૨ ખેલાડીઓ સહિત ૧૩ સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. હવે આઈપીએલ-૨૦૨૦મા કોરોના સાથે જોડાયેલા કેસોની સંખ્યા ૧૪ થી ગઈ છે, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈની મેડિકલ ટીમના એક સભ્યનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની પુષ્ટિ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા સૂત્રએ કરી છે. સીએસકેના ૧૩ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા બાદ બીસીસીઆઈ મુશ્કેલીમાં હતું. તો હવે ખુદ બોર્ડની મેડિકલ ટીમનો સભ્ય કોરોનાથી સંક્રમિત થવાથી આ મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં, બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીના બે સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
બોર્ડના સૂત્રોએ પોતાની ટીમના સભ્ય કોરોનાથી સંક્રમિત હોવાની જાણકારી આપી છે. બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રએ કહૃાું કે, તે સત્ય છે કે (બીસીસીઆઈની મેડિકલ ટીમના સભ્યને કોરોના) પરંતુ આ કોઈ મુદ્દો નથી કારણ કે તે વરિષ્ટ ચિકિત્સા અધિકારી અસમપ્રમાણ છે અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તે કોઈના સંપર્કમાં આવ્યા નથી. તેમના પર નજર રાખવામાં આવી રહી છે અને આશા છે કે ટેસ્ટના બીજા તબક્કામાં રિપોર્ટ નેગેટિવ આવશે. અમારી પાસે એનસીએમાં બે લોકો પણ છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
૧૯ સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)ના દૃુબઈ, શારજાહ અને અબુધાબીમાં આઈપીએલ રમાવાની છે. તેની પહેલા આઈપીએલમાં ૧૪ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. પરંતુ બીજા રાઉન્ડના ટેસ્ટિંગમાં સીએસકેના બધા સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. છતાં પણ વિશ્ર્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ માટે ચિતાનો વિષય છે. રાહતની વાત તો રહી કે જે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તેનામાં કોઈ લક્ષણ નથી.