આઈપીએલ ૨૦૨૦: રૈના પછી હરભજન સિંહ છોડી શકે છે ચેન્નઈ સુપર કિંગ્સનો સાથ

પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈના ચેન્નઈ સુપર કિંગ્સનો સાથ છોડીને યૂએઇથી ભારત પરત ફર્યો છે અને તે આઈપીએલની ૧૩ની સિઝન રમી શકશે નહીં. તેના અચાનક ભારત પરત ફરવાની ઘટના પર ઘણી અટકળો કરવામાં આવી રહી છે. સીએસકેએ ટ્વિટ કરીને કહૃાું હતું કે ટીમ તેના પરિવાર સાથે છે, જેનાથી અંદાજ લગાવવામાં આવતો હતો કે તેના પરિવારમાં કઈ ઘટના બની છે. જોકે રૈનાએ એક અખબાર સાથે વાત કરતા કહૃાું કે બાળકો કરતા વધારે મહત્વનું બીજું કશું નથી. જોકે સીએસકેના માલિક શ્રીનિવાસનનું કહેવું છે કે રૈનાએ ખરાબ હોટલ રૂમના કારણે આઈપીએલ છોડી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમમાં કોરોનાના કેસ સામે આવ્યા પછી રૈના પરેશાન થયો હતો અને તેણે યૂએઈ છોડવાનો નિર્ણય કર્યો છે. રૈના પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર બોલર હરભજન સિંહ પણ આઈપીએલ છોડી શકે છે. ઇનસાઇડસ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે હરભજન સિંહ કદાચ આઈપીએલની ૧૩મી સિઝન છોડવા વિશે વિચારી રહૃાો છે.
હરભજન હજુ સુધી યૂએઈ પહોંચ્યો નથી. હરભજન સિંહ પારિવારિક કારણોના કારણે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે યૂએઈ ગયો ન હતો. થોડા સમય પહેલા ખબર આવી હતી કે એક સપ્ટેમ્બરે તે યૂએઈ પહોંચે તેવી યોજના હતી. જોકે રૈનાના પરત ફર્યા પછી તે ના જાય તેવી અટકળો થઈ રહી છે. યૂએઈ જતા પહેલા તેણે ભારતમાં બે કોવિડ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ તે રવાના થઈ શકશે. જોકે હજુ સુધી તેના કોવિડ-૧૯ની તપાસને લઈને કોઈ સમાચાર આવ્યા નથી. આથી યૂએઈ ના જાય તેવી અટકળો કરવામાં આવી રહી.