આઈસીસી રેકિંગ: મિતાલી રાજ ટોપ ફાઇવ બેટ્સમેનમાં સામેલ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કેપ્ટન મિતાલી રાજની આગેવાની હેઠળ, હાલમાં ઇંગ્લેન્ડ પ્રવાસે છે. આ દરમ્યાન જ તેને આઈસીસી તરફ થી સારા સમાચાર મળ્યા છે. મિતાલી હવે ફરી એકવાર ટોપ ફાઇવ બેટ્સમેન માં સામેલ થઇ ચુકી છે. પ્રવાસની શરુઆતે એક ટેસ્ટ મેચ રમી હતી, જે ડ્રો રહી હતી. ત્યારબાદ પ્રથમ વન-ડે મેચમાં ભારતની હાર થઇ હતી. પરંતુ મિતાલી રાજ પ્રથમ વન-ડે દરમ્યાન અર્ધશતકીય રમત રમી હતી.

બ્રિસ્ટલમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન ડે મેચમાં ૭૨ રનની ઇનીંગ રમી હતી. જેનો હવે આઇસીસી મહિલા વન-ડે રેક્ધીંગમાં તેને સીધો ફાયદો મળ્યો છે. મિતાલીએ ૩૮ વર્ષીય છે અને તેણે હમણાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૨ વર્ષ પુરા કર્યા છે. પ્રથમ વન-ડે દરમ્યાન ભારતીય ટીમ ઇંગ્લેન્ડના બોલીંગ આક્રમણ સામે મુશ્કેલ સ્થિતીમાં આવી ચુકી હતી. જે સ્થિતીને મિતાલીએ સંભાળીને ટીમને મુશ્કેલ સ્થિતીમાંથી ઉગારતી રમત રમી હતી. જોકે ટીમ સ્કોર પડકારજનક સ્થિતીએ પહોંચી શક્યો નહોતો.

વર્ષ ૨૦૧૯ ના ઓક્ટોબર માસ બાદ તે પ્રથમ વખત ટોપ ફાઇવ મહિલા બેટ્સમન તરીકે પહોંચી શકી છે. આ પહેલા તે આઠમાં ક્રમાંકે હતી. આમ દિગ્ગજ ભારતીય મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી એ ત્રણ સ્થાન આગળ વધી છે. જોકે અન્ય ભારતીય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો, ખાસ કોઇના રેક્ધીંગમાં ફેરફાર થયો નથી. શેફાલી વર્મા ટી૨૦ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેન છે. જેણે હાલમાં જ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે દરમ્યાન ડેબ્યૂ કર્યુ છે.

મહિલા ક્રિકેટરના રેકિંગમાં ટોચના ક્રમે ઇંગ્લેંડની ઓપનર ટેમી બ્યૂમોન્ટ પ્રથમ સ્થાને યથાવત છે. ભારત સામેની વન ડેમાં રમવા સાથે પોતાનુ સ્થાન વધુ મજબૂત કર્યુ છે. તેણે ભારત સામે અણનમ ૮૭ રનની ઇનીંગ રમી હતી. જેનાથી તેને ૨૬ રેટીંગ પોઇન્ટ નો ફાયદો મળ્યો છે. હવે તે ૭૯૧ પોઇન્ટ ધરાવે છે.

ભારતીય મહિલા ટીમ સામે અર્ધ શતક લગાવનારી બેટ્સમેન નતાલી સિવરના રેકિંગમાં પણ સુધારો થયો છે. તે અણનમ ૭૪ રનની ઇનીંગ રમીને એક ક્રમાંક સુધારી ૮ માં સ્થાન પર પહોંચી છે. ઇંગ્લેન્ડની ઝડપી બોલર અન્યા શ્રબસોલે ત્રણ ક્રમાંક આગળ વધી છે. તે હવે આઠમાં સ્થાન પર છે. તેણે ભારત સામેની વન ડેમાં ૨ વિકેટ ઝડપી હતી. સ્પિનર સોફી એક્લેસ્ટોન એ ૪૦ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તે હવે ચાર ક્રમાંક કૂદૃી ૧૦માં સ્થાને પહોંચી છે.