ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર રેણુકાસિંઘ આઈસીસી વિમેન્સ ટી૨૦ રેંકિંગમાં પાંચ સ્થાનના ફાયદા સાથે ૧૩માં ક્રમે રહી હતી. આ ઉપરાંત સ્પિનર દીપ્તિ શર્મા સાતમાં ક્રમે યથાવત્ રહી હતી. ભારતીય વિમેન્સ ટીમનો ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટી૨૦માં નવ વિકેટે પરાજય થયો હતો. રેણુકાએ આ મેચમાં કરકસરપૂર્વક બોલિંગ કરી હતી અને ચાર ઓવરમાં ફક્ત ૨૩ રન આપ્યા હતા. આઈસીસીએ તાજેતરમાં જાહેર કરેલા ટી૨૦ રેક્ધિંગમાં રેણુકાના ૬૧૨ રેટીંગ પોઈન્ટ્સ રહૃાા હતા. જ્યારે દીપ્તિ બોલર્સ રેંકિંગમાં ટોપ ૧૦માં સ્થાન ધરાવનાર એકમાત્ર ભારતીય પ્લેયર રહી હતી તેમજ ઓલ-રાઉન્ડર્સ લિસ્ટમાં તેણે ચોથો ક્રમ જાળવી રાખ્યો હતો. આઈસીસી વિમેન્સ ટી૨૦ બેટર્સની યાદીમાં ભારતની રિચા ઘોષ ચાર સ્થાન આગળ વધીને ૭૫માં ક્રમે રહી હતી. સ્મૃતિ મંધાના ચોથા ક્રમ સાથે સૌથી મોખરાની ભારતીય બેટર રહી હતી. જ્યારે શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સ અનુક્રમે છઠ્ઠા અને દસમાં ક્રમે રહી હતી. ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર સારાહ ગ્લેન તેની કારકિર્દૃીના શ્રેષ્ઠ બીજા ક્રમે પહોંચી હતી અને તેની સાથી ખેલાડી સોફી એક્લેસ્ટોનની નિકટ પહોંચવામાં સફળ રહી હતી. સોફિયા ડક્ધલી અને એલિસ કેપ્સી અનુક્રમે ૪૪ અને ૫૨માં ક્રમે રહી હતી. બોલર્સમાં ફ્રેયા ડેવિસ નવ સ્થાનની આગેકૂચ સાથે ૫૯માં ક્રમે રહી હતી.