આક્ષેપીત સામે 307 નહી પણ ફરજમાં રૂકાવટની ફરિયાદ : એસપીશ્રી નિર્લિપ્ત રાય

  • એફઆઇઆરમાં પણ પોલીસને ઘરમાં પ્રવેશતા અટકાવી ફરજમાં રૂકાવટ કરી હોવાની સ્પષ્ટતા છે

અમરેલી,
લુવારાના પ્રકરણમાં ગુજસીટોકના આરોપી અશોક બોરીચાના બહેન ઉપર પોલીસે 307 લગાડી હોવાની થતી વાતો અને વાયરલ થતા મેસેજ અંગે સ્પષ્ટતા કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ જણાવેલ કે, આક્ષેપીત સામે 307 કે આર્મસ એકટ મુજબ ગુનો દાખલ નથી કરાયો તેમની ઉપર એફઆઇઆરમાં પણ પોલીસને ઘરમાં પ્રવેશતા અટકાવી ફરજમાં રૂકાવટ કરી હોવાની સ્પષ્ટતા છે જ તેમની ઉપર 307 મુજબનો ગુનો નથી નોંધાયો 307 અને આર્મસ એક્ટની કલમો અશોકે પોલીસ સામે કરેલા ફાયરીંગથી તેની સામે દાખલ કરાયેલ છે.