આગામી અઠવાડિયામાં કોરોના વેક્સિનનું રજિસ્ટ્રેશન કરાવી દૃેશે રશિયા

દૃુનિયાને કોરોના વાયરસની પહેલી વેક્સિન ૧૨ ઓગસ્ટના રોજ મળી જશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહૃાું છે કે, તે આગામી અઠવાડિયામાં કોરોના વેક્સિનનું રજિસ્ટ્રેશન કરાવી દૃેશે. આ દૃુનિયાની પહેલી એવી વેક્સિન હશે કે જેને રેગ્યુલેટરી એપ્રુવલ મળશે. આ વેક્સિન રશિયાના તમામ લોકોને આપવામાં આવશે જેથી તેઓ કોરોના વાયરસ સામે ઈમ્યુનિટી હાંસલ કરી શકે. આ વેક્સિનથી કોઈ પણ પ્રકારના નુકસાનના સંકેત મળ્યા નથી. અને સપ્ટેમ્બરથી મોટાપાયે આ વેક્સિનનું ઉત્પાદૃન કરવામાં આવશે. તેમજ ઓક્ટોબરથી સમગ્ર રશિયામાં વેક્સિન આપવાની શરૂઆત કરી દૃેવામાં આવશે. મોસ્કોના ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની બનાવેલી આ વેક્સિનને એડેનોવાયરસના આધાર પર બનાવેલાં પાર્ટિકલનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ત્યાંના પ્રમુખ એલેક્ઝાન્ડર િંગટ્ઝબર્ગે કહૃાું કે,
જે પાર્ટિકલ્સ અને ઓબ્જેટ્સ પોતાની કોપી બનાવી શકે છે, તેને જીવિત માનવામાં આવશે. તેમના પ્રમાણે વેક્સિનમાં જે પાર્ટિકલનો ઉપયોગ થયો છે, તે પોતાની કોપી બનાવી શકતા નથી. એલેક્ઝાન્ડરના કહેવા પ્રમાણે, થોડા લોકોને વેક્સિનનો ડોઝ આપવા પર તાવ આવી શકે છે. તેના માટે પેરાસિટામોલનો ઉપયોગ કરી શકાય છે. તેઓએ કહૃાું કે, ટીકા લગાવ્યા બાદૃ જ્યારે ઈમ્યુન સિસ્ટમને પાવરફૂલ બૂસ્ટ મળે છે તેનાથી અમુક લોકોને પ્રાકૃતિક રીતે અમુક રીતે તાવ આવી જાય છે, પણ આ સાઈડ ઈફેક્ટને પેરાસિટામોલથી દૃૂર કરી શકાય છે.
રિપોર્ટનું માનીએ તો, ખુદૃ એલેક્ઝાન્ડ ઉપરાંત રિસર્ચ અને મેન્યુફેક્ચિંરગમાં સામેલ અન્ય લોકોએ પણ સૌથી પહેલા ટીકા લગાવી દૃીધા છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશકોએ કહૃાું હતું કે, આ મહિનાથી હેલ્થ વર્કર્સને પણ આ વેક્સિન આપવામાં આવી શકે છે. રશિયાએ દૃુનિયાની સૌથી પહેલી વેક્સિન તૈયાર કરવાનો દૃાવો તો કર્યો છે, પણ અનેક એક્સપર્ટ તેના પર સવાલ ઉઠાવી રહૃાા છે. ખુદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પણ કહી ચૂક્યું છે કે, રુસી વેક્સિનથી જોડાયેલી કોઈ સત્તાવાર માહિતી કે ડેટા તે લોકોને સોંપવામાં આવ્યો નથી.