આગામી અઢી વર્ષ માટે ચલાલા નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખ કોણ ? શહેરીજનોમાં ભારે આતુરતા

  • પ્રમુખપદ માટે ચાર મહિલાઓ મેદાનમાં
  • પ્રમુખ ઉપપ્રમુખની મુદત પુરી થતા નવા પ્રમુખ ઉપપ્રમુખની તા. 24-8 ના ચુંટણી થશે : ભારે સસ્પેન્સ

ચલાલા,

ચલાલા નગરપાલીકામાં પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષ માટેની તા. 24-8 મુદત પુરી થતા આગામી અઢી વર્ષ માટે ચલાલા નગરપાલીકાના પ્રમુખ ઉપપ્રમુખની પ્રાંત અધિકારીની અધપક્ષનામા તા. 24-8ના ચલાલા લોહાણા મહાજનવાડી ખાતે ચુંટણી યોજવાની તડામાર તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે શહેરીજનોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બને છે. અત્યારે ચલાલા ન.પા.માં કુલ 6 વોર્ડના 24 સભ્યોનું બોર્ડ છે. તેમાં 17 સભ્યો ભાજપના અને 7 સભ્યો કોંગ્રેસના છે. હાલ ચલાલા ન.પા.ના પ્રમુખ તરીકે હિંમતભાઇ દોંગા અને ઉપપ્રમુખ તરીકે અનિરૂધ્ધભાઇ વાળા કાર્યરત છે. હાલમાં નવા અઢી વર્ષ માટે પ્રમુખ માટે સ્વમાન્ય મહિલાની સીટ છે. અને ઉપ પ્રમુખ માટે સામાન્ય પુરૂષની સીટ છે. ત્યારે આગામી અઢી વર્ષ માટે પ્રમુખ બનવા માટે ચંપાબેન મનસખભાઇ ગેડીયા, નયનાબેન બાલકૃષ્ણભાઇ દેવમુરારી, ગીતાબેન પ્રકાશભાઇ કારીયા અને જયશ્રીબેન ભરતભાઇ સોલંકીએ મજબુત દાવેદારી કરેલ છે. જ્યારે આગામી અઢી વર્ષ ઉપપ્રમુખ બનવા માટે અનિરૂધ્ધભાઇ વાળા, શીવરાજભાઇ વાળા અને જયરાજભાઇ વાળાએ મજબુત દાવેદારી નોંધાયેલ છે. ગત તા. 13-8 ના રોજ સેન્સ પ્રક્રીયા પુર્ણ થઇ ગયેલ છે. અત્યારે હાલમાં ભાજપનું બોર્ડ હોય હવે નવા અઢી વર્ષ માટે ભાજપ પાર્ટી કોને અઢી વર્ષ માટે સુકાન સોંપે તે આગામી 24-8 ના રોજ જાણવા મળે છે. અત્યારે અટકળોનો દોર ઘુમ પ્રમાણમાં ચાલે છે. તમામ દાવેદારો વચ્ચે કાટો કી ટક્કર ચાલુ છે. લોકોમાં ભારે આતુરતા અને ઇન્તજારી ઉત્સાહ જોવા મળી રહે છે.