આગામી જુલાઈ સુધીમાં ૨૫ કરોડ લોકોને કોરોના વેક્સિન આપવાનુ સરકારનુ લક્ષ્યાંક : ડૉ. હર્ષવર્ધન

ભારતમાં કોરોનાના લાખો કેસ વચ્ચે એક લાખ લોકોના મોત આ જીવલેણ વાયરસથી થઈ ચુક્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકારના મંત્રી હર્ષવર્ધને કોરોનાની વેક્સિનને લઈને મહત્વનુ નિવેદન આપ્યુ છે.

આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહૃાુ હતુ કે, ભારત સરકારનુ લક્ષ્ય છે કે, જુલાઈ ૨૦૨૧ સુધીમાં ૨૫ કરોડ જેટલા ભારતીયોને કોરોનાની વેક્સિન ઉપલબ્ધ કરાવવી. સરકારની યોજના આ વેકિસનના ૫૦ કરોડ જેટલા ડોઝ મેળવવાની અને ઉપયોગની છે.

રાજ્યોને ઓક્ટોબરના અંત સુધીમાં તેમની વસતીના કયા ગ્રૂપને વેક્સિનની વધારે જરુર છે તેની જાણકારી આપવા માટે કહૃાુ છે.સરકારની પ્રાથમિકતા સ્વાસ્થ્ય કર્મીઓમાં સૌથી પહેલા રોગ પ્રતિકારક ક્ષમતા ડેવલપ કરવાની છે.

તેમણે કહૃાુ હતુ કે, વેક્સિનની ખરીદી કેન્દ્રિય સ્તરે કરાશે.વેક્સિનની જેટલી પણ ખેપ પહોંચાડાશે તેનુ ટ્રેકિંગ થશે.વેક્સિન પ્રોડક્શન માટે કંપનીઓને સરકાર તમામ પ્રકારનુ સમર્થન આપી રહી છે.ભારત સરકાર વેકિસન બનાવવા માટેનુ મટિરિયલ ઉપલબ્ધ કરવા માટે પણ પ્રતિબધ્ધ છે.