આગામી દિવસોમાં બેરોજગારી મોટો મુદ્દો બનશે

તા. ૨૬.૧૧.૨૦૨૨ શનિવાર, સંવંત ૨૦૭૯ માગશર સુદ ત્રીજ, મૂળ  નક્ષત્ર, શૂળ  યોગ, તૈતિલ  કરણ આજે   જન્મેલાંની  ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે .

મેષ (અ,લ,ઈ) : હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો.
કર્ક (ડ,હ)            : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે.
સિંહ (મ,ટ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ લાભદાયક રહે.
તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે.
વૃશ્ચિક (ન,ય) : મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, શુભ દિન.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ બુધના વૃશ્ચિક રાશિમાં આવવાથી અનેક મોટી કંપનીને તકલીફ પડતી જોવા મળી રહી છે વળી દિગ્ગજ કહેવાતી અનેક આંતરરાષ્ટ્રીય કંપની પણ ખોટ કરી કરી ને હાંફી રહી છે. પેટીએમ જેવી કંપની પણ હાલમાં ખોટ કરી રહી છે વળી બુધ કમ્યુનિકેશનના સ્વામી હોવાથી અનેક કમ્યુનિકેશનની કંપનીઓ પણ પરેશાન થઇ રહી છે તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ દિલ્હીની મોટી ઇલેક્ટ્રોનિક બજારમાં આગજની થવા પામી છે હાલમાં વક્રી મંગળ મહારાજ આ પ્રકારની ઘટનાઓ સર્જી રહ્યા છે જયારે શનિ મહારાજ જાન્યુઆરીમાં રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે જેનો ગરમાવો હાલથી જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં આ રાશિ પરિવર્તનના દિવસોમાં મંદીનો માહોલ પણ વર્તાતો જોવા મળશે અને મોટી અનેક કંપનીઓ કર્મચારી પર કાપ મૂકી રહી છે જયારે આગામી દિવસોમાં બેરોજગારી મોટો મુદ્દો બનશે જે અત્રે હું લખી ચુક્યો છું. ગોચર ગ્રહોની વાત કરીએ તો ચંદ્ર ધીમે ધીમે શનિની નજીક આવી રહ્યા છે જે સમયમાં વિશ્વમાં હેરતઅંગેઝ ચોરીના બનાવ બની શકે છે જે તુરત જ ના સમજી શકાય તેવા હશે અને એ સમયમાં ટ્રાફિકની સમસ્યા પણ વિશેષ જોવા મળશે.