આગામી બે દિવસમાં જાહેર થઇ શકે છે વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી બાદ સૌ કોઈની નજર ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર યોજાનાર પેટાચૂંટણી પર છે. તેવામાં અનલોકની ગાઈડલાઈનને કારણે હજુ સુધી પેટાચૂંટણીની તારીખો નક્કી કરી નથી. જો કે, હવે જાણકારી મળી રહી છે કે, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તારીખો નક્કી કરી લેવામાં આવી છે. અને એક કે બે દિવસમાં ચૂંટણીપંચ દ્વારા પેટાચૂંટણીનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે. અગાઉ ૧૪મી ઓગસ્ટ સુધી પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર થવાનો હતો.

પણ ૧૪ ઓગસ્ટ સુધી કાર્યક્રમ જાહેર ન થતાં ૮ બેઠકની પેટાચૂંટણી પાછી ઠેલાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. શક્યતા સેવાઈ રહી છે કે ચૂંટણીપંચ દ્વારા ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બરમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે. અને માત્ર એક-બે દિવસ બાદ પેટા ચૂંટણીની તારીખોની જાહેરાક કરી શકે છે. જો કે ૧૪ ઓગસ્ટ સુધીમાં તારીખો જાહેર ન થતાં હવે ઓક્ટોબરના અંતમાં કે નવેમ્બરની શરૂઆમતમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ૧૩મી સપ્ટેમ્બર પહેલાં પેટાચૂંટણી યોજવાનું આયોજન હતું. પણ કોરોના મહામારીને કારણે ચૂંટણી પાછી ઠેલવાનો નિર્ણય પણ ચૂંટણીપંચ કરી શકે છે. જો કે, હાલની પરિસ્થિતિને જોતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારની ગાડ ધીમી કરી દેવામાં આવી છે.