આગામી વર્ષે ગણતંત્ર દિવસ પર યુકેના પીએમ જોન્સન મુખ્ય અતિથિ બનશે

  • બ્રિટનના વડાપ્રધાન જૉનસને સ્વીકાર્યું ભારતનું આમંત્રણ

 

આખરે નક્કી થઈ ગયું કે, આગામી વર્ષે ગણતંત્રતા દિવસ પર યૂનાઈડેટ કિંગડમ (યૂકે)ના પીએમ બોરિસ જોનસન મુખ્ય અતિથિ બનશે. યૂકેના આ મોટા સમ્માન જણાવતા પીએમ મોદીએ જી-૭ સમિટ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જેની મેજબાની બ્રિટેન કરવા જઈ રહૃાું છે. યૂકેના વિદેશ મંત્રી ડોમિનિક રાબે મંગળવારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી.

બ્રિટેનના વિદેશ મંત્રીએ એ પણ કહૃાું કે, તેમનો દેશ ભારતની સાથે આર્થિક સંબંધ મજબૂત કરવા માગે છે. આ મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહૃાું કે, તેમને આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઊભા થયેલા પડકારો પર ચર્ચા કરી હતી. તેમણે કહૃાું કે, અમે અફગાનિસ્તાનની પરિસ્થિતિ અને ખાડી દેશ, હિંદ-પ્રશાંત ક્ષેત્ર સંબંધી ગતિવિધિયોની સમીક્ષા કરી.

જણાવી દઈએ કે, ગણતંત્ર દિવસ પર બ્રિટેના પીએમ બોરિસ જોનસન મુખ્ય અતિથિ બનશે. છેલ્લા દિવસોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ ના ગણતંત્ર સમારોહ માટે બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને મુખ્ય અતિથિ બનાવવાનું આમંત્રણ આપ્યું હતુ. ૨૭ નવેમ્બરના ફોન પર વાતચીત દરમિયાન જોનસને પીએમ મોદીએ આ નિમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને જોનસને સ્વીકર કરી લીધુ છે. બ્રિટેનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે પણ તેની પુષ્ટી કરી છે.

બ્રિટેનના વિદેશ મંત્રી ડોમિનિક રાબ ભારતના પ્રવાસ પર છે. તેમણે આજે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત બાદ કહૃાું કે, અમે ભારતની સાથે આર્થિક સંબંધ મજબૂત કરવા માગીએ છીએ. તેમણે કહૃાું કે, આતંકવાદ અને કટ્ટરવાદના કારણે ઊભા થયેલ પડકાર પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે, ૨૭ વર્ષ બાદ બ્રિટીશ વડાપ્રધાન આવતા મહિને ભારતના ૭૦ મા પ્રજાસત્તાક દિન પર મુખ્ય મહેમાન બનશે. આ પહેલા જ્હોન મેજર ૧૯૯૩ માં નવી દિલ્હીમાં યોજાયેલા રિપબ્લિક ડે પરેડમાં ભાગ લઈ ચૂક્યા છે.