આગામી સમયમાં મહાસત્તાઓની બાયોવેપન ભૂખ લાલ લીટી આંકી શકે

મેષ (અ,લ,ઈ) : ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.
વૃષભ (બ,વ,ઉ) : આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : હિતશત્રુઓથી સાવધ રહેવું પડે,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.
તુલા (ર,ત) : દિવસ આરામથી પસાર કરી શકો,નવા વિચારોને અમલમાં મૂકી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,ધાર્યા કામ પાર પડે.
મકર (ખ ,જ ) : તમારી મહેનતનું સારું પરિણામ મળે,તમારી સરાહના થાય.
કુંભ (ગ ,સ,શ ) : નિયમિત જીવન કરવું જરૂરી છે,વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.
મીન (દ ,ચ ,ઝ ,થ): લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો,લાભદાયક દિવસ.

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગે.ની ટિમ ચીનમાં કઈ ખાસ તરણ પર આવી શકી નથી. આમ તો પ્લુટોના કન્યા ભ્રમણ વખતથી જ મહાસત્તાઓ બાયો વેપનના સ્વપ્ન સેવી રહી છે. બાયો વેપન એક એવું બિહામણું સત્ય છે કે જે માનવજાતને સર્વવિનાશ તરફ ધકેલી શકે છે. શિવના સ્વરૂપને પરમાણુથી પણ સૂક્ષ્મ અને બ્રહ્માંડથી પણ વિરાટ ગણવામાં આવે છે. અતિ સૂક્ષ્મ જીવના રૌદ્ર સ્વરૂપને વિકૃત કરવામાં આવે ત્યારે સર્વ વિનાશ સિવાય કઈ બચતું નથી. સિવિલાઇઝેશનમાં આગળ વધી રહેલી માનવજાત માટે આગામી સમયમાં મહાસત્તાઓની બાયોવેપન ભૂખ લાલ લીટી આંકી શકે છે અને માનવજાત એક વિનાશના પંથે જઈ શકે છે. મહાસત્તાઓની બાયોવેપન લાલસા શિવને તાંડવ સુધી લઇ જનારી છે. હાલમાં જે ગ્રહમાન વિદ્યમાન છે તેમાં ચમોલીની ઘટના થી લઈને કોરોનના ઉદ્ભવ સુધીની બાબતોમાં માનવસર્જિત કાવતરાની પણ ગંધ આવતી હોય છે. ભારતના વિકાસની હરણફાળ ઘણા દેશોને ગમતી બાબત નથી તેથી કોઈને કોઈ રીતે તે ભારતને અસુરક્ષિત કરવા મથામણ કરી રહ્યા છે પરંતુ આખરે ભારત વિશ્વ ગુરુ તરીકે તેની પ્રતિભા બતાવીને જ રહેશે.