આગામી ૧૫ દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટશે: વડોદરાના નોડલ ઓફિસર

વડોદરા,
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાનું સંકટ વધી રહૃાું છે. જેથી કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન, હોટસ્પોટ વિસ્તાર અને તમામ જિલ્લાઓથી લઇને ગામડાઓમાં પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહૃાા છે.
કોરોનાને નાથવા માટે વધુમાં વધુ રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહૃાા છે. તેવામાં હવે વડોદરાના નોડલ ઓફિસરનું મોટુ નિવેદન સામે આવી રહૃાું છે. વડોદરાના નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આગામી ૧૫ આગામી ૧૫ દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટશે: વડોદરાના નોડલ ઓફિસરવસમાં કોરોના કેસનો રાફડો ફાટશે. દિવાળીમાં નિયમ ભંગથી સ્થિતિ વિકટ બની રહી છે. વડોદૃરામાં કોવિડ દર્દૃી માટે કુલ ૪૬૯૩ બેડ ઉપલબ્ધ હોવાની વાત જણાવી છે, પરંતુ હાલમાં કોવિડ માટેના ૭૨ ટકા બેડ ઉપલબ્ધ હોવાની વાત કરતા હાશકારો થયો છે.
આઈસીયુ વોર્ડના ૯૫૫ બેડમાંથી ૬૩ ટકા ઉપલબ્ધ, જ્યારે ઓક્સિજનના ૧૬૭૫ બેડમાંથી ૭૨ ટકા ઉપલબ્ધ છે. વડોદરાના નોડલ ઓફિસરનો ચોંકાવનારો દાવો કરીને નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. કોરોના વિસ્ફોટ માટે તહેવારોમાં બજારોમાં લોકોએ માર્ગદર્શિકાનો કરેલ ભંગ કારણભૂત હોવાનો ખુલાસો કર્યો છે.