આગામી ૩ વર્ષમાં ભારતીય રેલવે ૧૦૦ ટકા વિદ્યુત પુરવઠાથી ચાલતી જશે: ગોયલ

કેન્દ્રીય રેલવે પ્રધાન પિયુષ ગોયલે નિવેદૃન આપ્યું હતું કે, ભારતીય રેલવે આવનારા ૩.૫ વર્ષ સુધીમાં ૧૦૦ ટકા વીજળીથી સંચાલિત થઇ જશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ગ્રીન રેલવે એટલે કે પ્રદૃૂષણમુક્ત ટ્રેન ઉપલબ્ધ કરી દૃેવાનું લક્ષ્ય છે.
રેલવે પ્રધાન પિયુષ ગોયલ ભારતીય ઉદ્યોગ સંઘના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહૃાા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, પુન:પ્રાપ્ય ઊર્જાના સંવર્ધનમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્ર સરકાર સોલર ઊર્જા ક્ષેત્રે કાર્યક્ષમતા વધારવા અનેક પ્રયત્નો કરી રહી છે.”ભારતીય રેલવે આવનારા ૩.૫ વર્ષમાં ૧૦૦ ટકા વિદ્યુત સંચાલિત અને ૯થી ૧૦ વર્ષોમાં ઝીરો ઓપરેટર ધરાવતી થઇ જશે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આપણે સૌ વિશ્ર્વની સૌથી વિશાળ ’ગ્રીન રેલવે’ ધરાવનાર દૃેશના નાગરિક તરીકે ગર્વ અનુભવીશું.
ભારતીય રેલવે દ્વારા ૪૦,૦૦૦ કિલોમીટર રૂટની રેલવે લાઈન ને વિદ્યુત સંચાલિત કરી દૃેવામાં આવી છે જેમાંથી ૧૮,૬૦૫ કિલોમીટર રૂટ નું વર્ષ ૨૦૧૪-૨૦ દરમિયાન વિદ્યુત સંચાલન થઇ ગયું હતું.હવે વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં ૭,૦૦૦ કિમી રૂટને વિદ્યુત સંચાલિત કરવાનો લક્ષ્યાંક છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં બ્રોડ ગેજ નેટવર્કનાં તમામ રૂટ વિદ્યુત સંચાલિત થઈ જશે.