આગામી ૬ મહિના ભયંકર હશે: કોરોના મુદ્દે બિલ ગેટ્સની ભયાવહ ચેતવણી

કોરોનાથી ૨ લાખ લોકોના મોતનું અનુમાન

માઇક્રોસોટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સએ ચેતવણી આપી કે કોરોના વાયરસ મહામારીના સમયમાં આવતા ચાર થી છ મહિના ખૂબ જ ખરાબ રહી શકે છે. ગેટ્સની સંસ્થા કોવિડ-૧૯ રસીને વિકસિત કરવા અને તેનો પુરવઠો પૂરો પાડવાના પ્રયાસમાં ભાગ લઇ રહી છે.
બિલ એન્ડ મિલિંદા ગેટસ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ ગેટ્સ એ કહૃાું કે મહામારી દરમ્યાન આવતા ચાર થી છ મહિના ખૂબ જ ખરાબ હોઇ શકે છે. IHME નું અનુમાન બતાવે છે કે બે લાખથી વધુ લોકોના મોત થશે. જો આપણે માસ્ક પહેરીશું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોનું પાલન કરીશું તો આ સંભવિત મોતમાંથી મોટાભાગના લોકોને રોકી શકાય છે.
ગેટ્સ એ કહૃાું કે તાજેતરના સપ્તાહમાં અમેરિકામાં સંક્રમણ, મોત અને હોસ્પિટલમાં દાખલ થવાના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. મને લાગે છે કે અમેરિકા આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે સારું કામ કરશે. આપને જણાવી દૃઇએ કે ગેટ્સ એ ૨૦૧૫મા આવી મહામારીની ચેતવણી આપી હતી.
તેમણે કહૃાું હતું કે કુલ મળીને જ્યારે મેં ૨૦૧૫માં ભવિષ્યવાણી કરી હતી ત્યારે મેં મૃતકોની સંખ્યા વધુ રહેવાની આશંકા પર વાત કરી હતી. આ દ્રષ્ટિથી આ વાયરસ જેટલો ઘાતક અત્યારે છે તેનાથી પણ વધુ જીવલેણ થઇ શકે છે. હજુ આપણે બહુ ખરાબ સમય જોયો નથી. જે વાતે મને આશ્ર્ચર્યચકિત કર્યા તે અમેરિકા અને દૃુનિયાભરમાં પડેલો આર્થિક પ્રભાવ હતો, જે તેનાથી પણ મોટો હતો જેનું અનુમાન મેં પાંચ વર્ષ પહેલાં લગાવ્યું હતું.